1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટેકનિકલ અને ઈજનેરી કોલેજોની ફીમાં પાંચ ટકાના વધારાને FRCની લીલીઝંડી

અમદાવાદ:  ગુજરાતમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા સત્રના આરંભથી શાળા-કોલેજોમાં ફી વધારાનો ડોઝ આવી રહ્યો છે. જેમાં રાજ્યની ટેકનિકલ અને ઈજનેરીની 640માંથી 500 કોલેજોમાં ફીમાં 5 ટકા વધારાને એફઆરસીએ મંજુરીની મહોર મારી દીધી છે. આગામી ત્રણ વર્ષ માટે આ ફી માન્ય રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી 500 સંસ્થાઓને […]

ગુજરાતઃ 22થી 25 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે, 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે, હજુ સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેઠુ નથી. રાજ્યમાં તા. 22થી 25મી જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. એટલું જ નહીં તા. 23થી 3મી જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. હવામાન નિષ્ણાના મત અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસુ […]

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે 3,207 પશુના મોત,53 હેકટર પાકને નુકશાનઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડા સંદર્ભે સોમવારે કેબિનટ બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાત્કાલિક ધોરણે પુન:વસન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી તરફ નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલા લેવામાં આવતા વાવાઝોડામાં એકપણ માનવ મૃત્યુનો બનાવ બન્યો નથી. તેમજ માલ-મિલ્કતોને ઓછુ નુકસાન થયું છે. જ્યારે પશુ મોતની […]

ગુજરાતમાં લીધે ખરીફ પાકનું 2.62 લાખ હેકટરમાં વાવેતર, સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લીધે મેઘરાજાની વહેલી પધરામણી થતાં ખેડુતોને વાવણીનો શુભારંભ કરી દીધો હતો. ધણા ખેડુતોએ તો આગોતરૂ વાવેતર કરી દીધુ હતું. આમ રાજ્યમાં ખરીફ પાકનું 2.62 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. ખરીફ પાકના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. સૌરાષ્ટ્રમાં 70 ટકા વાવેતર પૂર્ણ થયું છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ સાંસદોને BJP ચૂંટણી મેદાનમાં ઉતારાશે

અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં […]

ગુજરાતમાં સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી, તંત્ર બન્યું એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ છે, અને સોમવારથી અષાઢ મહિનાનો પ્રારંભ સાથે જ ગુજરાતના 12 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડું આફત વરસાવીને સમી ગયુ […]

ગુજરાતમાં વધુ એક બ્રિજ ઉદઘાટન પહેલા જ તૂટ્યો, સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી

અમદાવાદઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે. અમદાવાદ શહેરનો હાટકેશ્વરનો બ્રિજ કરોડો રૂપિયા ખર્ચે બનાવ્યા બાદ ચાર વર્ષમાં બિસ્માર બની જતાં હવે નવા બ્રિજ બનાવવામાં આવશે. ભ્રષ્ટાચારને લીધે પ્રજાના ટેક્સના નાણા બરબાદ થઈ રહ્યા છે. તાજેતરમાં તાપી જિલ્લામાં મીંઝોળા નદી પરનો બ્રિજ તેના ઉદઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો, જો કે […]

ગુજરાતની તમામ શાળાઓમાં બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળની માગણી

અમદાવાદઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ શાળાઓમાં પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. તેથી બાળકોને પણ બીજા અને ચોથા શનિવારની જાહેર રજાનો લાભ આપવો જોઈએ. રાજ્ય અને કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે […]

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, અંજારમાં 9 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હજુ પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, કચ્છમાં મેઘતાંડવ સર્જાયુ હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંજારમાં સૌથી વધારે નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી […]

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code