1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં તા.27મીથી બે દિવસ વાવાઝોડાની આગાહી, આજે 7 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા

30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે, 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ       અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. […]

ગુજરાતમાં નવા 17 તાલુકાઓ બનશે, રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે

નવા વાવ–થરાદ જિલ્લાની રચના બાદ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે, તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.  રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા […]

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું, આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે, પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે, અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે […]

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક, ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રિત હોવી જોઈએ. મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આપી, સાથે જ મગ, તલ, મગફળી અને સોયાબીનની […]

ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

સ્વયંસેવકો દ્વારા અંદાજે 541 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, પાલિકાઓ,  શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા, એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના […]

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો

ગાંધીનગરઃ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને […]

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

નવરાત્રીના પ્રથમ નોરતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી CMએ ભેટ આપી, PMJAY યોજના 7 વર્ષમાં13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ લોકોને મળ્યો, 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે […]

ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેકટરની ખરીદી પર રૂ. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે

ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા, બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડની જોગવાઈ, ગુજરાત સરકારે 10 વર્ષમાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવાઈ ગાંધીનગરઃ  ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ […]

ગુજરાતમાં સિઝનનો 108%થી વધુ વરસાદ, 145 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન અત્યાર સુધી નોંધપાત્ર રીતે સફળ રહી છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135 ટકા જેટલો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ પણ 93 ટકા સરેરાશ વરસાદ […]

ગુજરાતના બોર્ડ-નિગમના કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન મળશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કરાયુ, 1લી ઓક્ટોબર-2025થી અમલ કરાશે ગાંધીનગરઃ રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને નિગમોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code