1. Home
  2. Tag "gujarat"

ગુજરાતનો 63મો સ્થાપના દિન જામનગરમાં ઊજવાશે, પોલીસ પરેડ સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે

જામનગરઃ  ગુજરાત રાજ્યના  63મા ગુજરાત સ્થાપના દિવસની  રંગારંગ ઉજવણી જામનગર ખાતે કરાશે. આ પ્રસંગે  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,  આગામી તા. 1લી […]

ગુજરાતમાં આગામી મે મહિનામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધવાની શક્યતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના છેલ્લા બે મહિના દરમિયાન વાતાવરણમાં અનેકવાર પલટો આવ્યો હતો. હવે ભર ઉનાળે ગઈકાલે મહેસાણા અને જુનાગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એપ્રિલ મહિનો પુરો થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોચી ગયો છે. જોકે મે મહિનામાં પણ મહદઅંશે તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધે એવી શક્યતા નથી. […]

ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શનિવારે કાર્યરત રહેશે, અરજદારો એપોઈન્મેન્ટને રિ-શિડ્યુલ કરી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટના અરજદારોની સંખ્યા વધતી જાય છે. નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુ માટે ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને પાસપોર્ટ સેવા કેન્દ્રોની રોજબરોજ અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે. એટલે પાસપોર્ટ ઓફિસ પર કામનું ભારણ વધતું જાય છે.ગુજરાત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રોજના 3 હજાર કરતા વધારે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, તેમ […]

ગુજરાત સરકારની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની અધોગતિ, ભાવનગરમાં 19 વર્ગો બંધ થશે

ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડશાળાઓની હાલત કફોડી બનતી જાય છે. ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી વિગેરે મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કાયમી તાળા […]

ગુજરાતમાં ઈજનેરીની 66000 અને ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ, મે મહિનામાં રજિસ્ટ્રેશન શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ હવે પખવાડિયામાં જ જાહેર કરી દેવાશે. બીજીબાજુ ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી આવતા મહિને એટલે કે મે મહિનામાં શરૂ કરી દેવાશે. ગુજરાતમાં ઈજનેરીની 66000 બેઠકો તેમજ ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ છે. એટલે પ્રવેશની સમસ્યા સર્જાશે નહીં. ગત […]

ગુજરાતમાં એપ્રિલ મહિનાનું છેલ્લુ વીક ‘સ્વાગત સપ્તાહ’ તરીકે ઊજવાશે, ચારસ્તરે કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે છેલ્લા બે દાયકાથી સ્વાગત ઓનલાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે, મુખ્યમંત્રી દ્વારા જ આ કાર્યક્રમનું મોનિટરિંગ કરીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે, અને સ્વાગતના કાર્યક્રમને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને છેલ્લા 20 વર્ષમાં નાગરિકોના સાડાપાંચ લાખ જેટવા પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના […]

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનનો પ્રારંભ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાઓને લીધે ખેતીની જમીન બંજર જેવી બનતી જાય છે. તેમજ રાસાયણિક ખાતરથી પકવેલા અનાજને લીધે લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે. આથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન આદરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર […]

ગુજરાતમાં કાલે બુધવારથી ત્રણ દિવસ સુધી માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાના બે મહિના એટલે કે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન પણ એકંદરે ગરમી સાથે માવઠાનો માહોલ પણ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બવે આવતીકાલ તા.26મીને બુધવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું આગાહી, બુધવાર અને ગુરુવારે કમોસમી વરસાદની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આજે સોમવારે આકરી ગરમીને પગલે બપોરના સમયે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરમિયાન આગામી દિવસમાં રાજ્યમાં ફરીથી માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. બુઘવાર અને ગુરુવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો નગરોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે […]

રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે ST નિગમ દ્વારા વિશેષ આયોજન

અમદાવાદઃ ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC રાજ્યમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરશે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code