1. Home
  2. Tag "gujarat"

ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત થવા માટે રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો

અમદાવાદઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પાર્ટીની […]

ગુજરાતઃ હોળી પર્વને લઈને એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવાશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક […]

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન […]

ગુજરાતમાં કૂદરતી આફતોમાં સરકાર નાગરિકોની પડખે ઊભી રહી છેઃ રાજપુત

વર્ષ 2024માં પાક નુકશાની માટે ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ રૂ. 5,852.8 કરોડ સહાય આપી ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949,6 કરોડના ફંડની ફાળવણી કરી ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

ગુજરાતમાં 15 મી માર્ચથી કાળઝાળ ગરમી અનુભવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ગરમીમાં ક્રમશ વધારો થશે. અને 15મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. 15મી માર્ચ બાદ કાળઝાળ […]

ગુજરાતઃ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબ […]

નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ

PMBJP ના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે હાલ દેશમાં 15,000 અને ગુજરાતમાં 750થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત છેલ્લા બે વર્ષમાં જન ઔષધિય કેન્દ્રો દ્વારા રૂ. 3 હજાર કરોડથી વધુની દવાઓનું વેચાણ ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું […]

ગુજરાતને રેલવેના ફાટકમુક્ત બનાવવા માટે 1373 કરોડ ખર્ચાશે

રાજ્યમાં 72 રેલવે ક્રોસિંગ પર અંડર કે ઓવરબ્રિજ બનાવાશે રાજ્યમાં 11 ક્રોસિંગ પર બ્રિજ બની રહ્યા છે બ્રોડગેજ નેટવર્ક પરના માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરાયા છે અમદાવાદઃ ગુજરાતમાં રેલવેના 83 જેટલાં ફાટકો પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. જેમાં 83માંથી 11 રેલવે ફાટકો પર અંડરબ્રિજ કે […]

ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા-ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમમાં રાજ્યમંત્રી રક્ષા ખડસે ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ બુધવારે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બે દિવસનું ફોરમ આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રમતગમતમાં સહકારને મજબૂત કરવાનો છે. આ ઉપરાંત ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એચઈ ફિલિપ ગ્રીન ઓએએમ, ગુજરાતના રમતગમત, યુવા […]

ગુજરાતમાં નાગરિકોમાં સ્થૂળતા ઘટાડવા મામલે અભિયાન શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 4 માર્ચ, 2025ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code