1. Home
  2. Tag "gujarat"

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ  અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ‘‘પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય […]

ગાંધીનગરના બાયપાસ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડનું મજબૂતીકરણ કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરના બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  આ પાલજ-બાસણ-શાહપૂર માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે તે સંદર્ભમાં આ માર્ગના મજબૂતીકરણ માટેની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ-મકાન વિભાગનો હવાલો પણ ધરાવે […]

અદાણી વિદ્યામંદિર અને UNICEF વચ્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોલેબ્રેશન

અમદાવાદ, 17 મે 2023: અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલેબ્રેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમવાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું […]

ગુજરાતમાં 94 માર્ગોના વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

ગુજરાતઃ ગરમીમાં આંશિક રાહતની આગાહી, આકાશમાં વાદળો છવાયાં

14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતર્યો અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળ્યો તાપમાન હજુ 1થી 2 ડિગ્રી સુધી ઘટનો અંદાજ અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો વધારે આકરો બન્યો છે. જો કે, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તાપમાનનો પારો ઘટ્યો છે. દરમિયાન આજે […]

ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, જળ સંકટ નહી સર્જાય

અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી. ઉનાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે, અને ચોમાસાને હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતના 207 જળાશયોમાં 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જો વરસાદ સમયસર આવશે. તો પાણીની મુશ્કેલી નહીં પડે, પુરંતુ જો ચોમાસાના આગમનમાં વિલંબ […]

ગુજરાતના 11.50 લાખ વેપારીઓના રજિસ્ટ્રેશનની તપાસ માટે GST દ્વારા આજથી સ્થળ ચેકિંગ ઝૂબેશ

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પણ મોખરાનું સ્થાન  પ્રાપ્ત કરી રહ્યું છે. ગુજરાતમાં જીએસટીની ચોરીનું પણ પ્રમાણ વધુ હોવાનું ટેક્સ કલેક્શનના અધિકારીઓ માની રહ્યા છે. દરમિયાન જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, જેના કારણે એસજીએસટી […]

ગુજરાતની 7 યુનિવર્સિટીઓના કૂલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીમાં સભ્ય નિમવા UGCને પત્ર

અમદાવાદઃરાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી સહિત સાત જેટલી સરકારી યુનિવર્સિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવા કૂલપતિઓની નિમણૂકો માટે સર્ચ કમિટીઓ બનવવામાં આવી છે. જેમાં રાજ્યપાલ અને રાજ્ય સરકારના પ્રતિનિધિના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે નિયમ મુજબ યુજીસીના સભ્યનો સર્ચ કમિટીમાં સમાવેશ કરવો જરૂરી હોવાથી સર્ચ કમિટી દ્વારા કોઈ નામ સુચવવામાં આવ્યું નથી, […]

ગુજરાતમાં માવઠાંના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરાયું

અમદાવાદઃ રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર […]

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code