1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 4.52 લાખ ખેડુતોએ ખોટો લાભ લીધો

ગાંધીનગર:  ખેડુતોને આર્થિકરીતે સહાયરૂપ બની શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મુકી હતી. અને સમયાંતરે ખેડુતોના બેન્ક ખાતામાં 2000ની સહાય આપવામાં આવતા હતા, ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષમાં  60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો હતો.  જેમાં 4.52 લાખ ખેડૂતોએ […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી, 15મી જૂનની આસપાસ થશે એન્ટ્રી

ધરતીપુત્રોએ ચોમાસુ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 96 ટકા જેટલો વરસાદ પડવાની શકયતા છે. રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત […]

ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમાના ઈજનેરી અભ્યાસક્રમોમાં 32000 બેઠકો ખાલી રહેશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ ધો.10ની પરીક્ષાના  જાહેર કરાયેલા પરિણામમાં એ-વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો  છે.  એટલે આ વખતે પણ ડિપ્લોમા ઈજનેરીની 40 ટકા બેઠકો ખાલી રહેવાની શકયતા છે. ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોની બેઠકોમાં છેલ્લા એક દાયકા દરમિયાન વધારો થયો છે. છેલ્લા […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટાં સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર તેમજ  ઉત્તર ગુજરાતના પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠું પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં […]

ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનોમાં અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે મ્યુનિ.નેતાઓને આપી શીખ

સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ દ્વારા રાજ્યની તમામ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓની બેઠક સુરતની એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ શાસિત આઠેય મ્યુનિ. કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમીટીઓના ચેરમેનો તેમજ અન્ય કમિટીઓના ચેરમેનો સહિત પદાધિરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટિલે એવી શીખામણ આપી હતી કે, મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નરથી લઈને અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે આપેલી શીખામણને […]

5 કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના અંગોની ફાળવણીની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસથાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ  જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની G.DOT ગાઇડલાઇન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના તમામ […]

RTE હેઠળ શાળામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ 621 બાળકોનો પ્રવેશ રદ કરાયો

પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકો સાથે અન્યાય ન થાય તે માટે RTE પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ૧૦ જિલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ હોય તેવા ૬૨૧ બાળકોનો પ્રવેશ […]

ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ […]

ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું બાંધકામ ઓકટોબર 2023 સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ. એઇમ્સ એ રાજયના […]

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code