1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ NEET પેપર લીક કેસની તપાસ માટે CBIની ટીમ ગોધરા આવશે

અમદાવાદઃ CBIએ NEET-UG પરીક્ષા-2024માં પેપર લીક સહિત અન્ય ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. રવિવારે CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ માટે બે વિશેષ ટીમોની રચના કરી હતી. આમાંથી એક ટીમ રવિવારે સાંજે પટના પહોંચી ગઈ છે. તો બીજી ટીમ ગુજરાતના ગોધરામાં મોકલવામાં […]

હેડલાઈનઃ રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 240 જગ્યા ખાલી

લોકસભાનું પ્રથમ સત્ર શરૂ આજથી અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ, પ્રથમ બે દિવસ પ્રોટેમ સ્પીકર લેવડાવશે સાંસદોને શપથ, પ્રોટમ સ્પીકર અને નીટ મુદ્દે ધમાલના એંધાણ ગુજરાતમાં મેઘમહેર ગુજરાતના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ AMCના તમામ વિભાગોમાં હવે ગુજરાતી ભાષાનો થશે ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 78 તાલુકામાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ  વાદળછાયું રહ્યું હતું. તેમજ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ ધીમેધીમે જામી રહ્યો […]

ગુજરાતમાં કોરોનાકાળમાં બંધ કરાયેલી 21 જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો 1લી જુલાઈથી પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન અમદાવાદ, આણંદ સહિત 21 જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળ પૂર્ણ થયાને બે વર્ષથી વધુ સમય વિતી ગયો છતાંયે મેમુ અને ડેમુ ટ્રેનો શરૂ કરવામાં આવી નહતી. આથી પ્રવાસીઓની માગ ઊઠી હતી. હવે પશ્વિમ રેલવેના સત્તાધિશો દ્વારા મેમુ અને ડેમુ ટ્રેનો 1લી જુલાઈથી નિયમિત દોડાવવાનો નિર્ણય […]

ગુજરાતમાં BSNLએ 27 મિલકતો વેચવા કાઢી, 12 બિલ્ડિંગોનું 205 કરોડનું વેલ્યુએશન કરાયું

અમદાવાદઃ ભારત સંચાર નિગમ લિમિટેડ યાને બીએસએનએલનો એક જમાનો હતો. લેન્ડલાઈન ફોન માટે પણ લાંબી પ્રતિક્ષા યાદી રહેતી હતી. ત્યારબાદ મોબાઈલ ફોન આવતા અને ખાનગી કંપનીઓ સાથેની હરિફાઈમાં મોટાભાગના ગ્રાહકો ખાનગી કંપનીઓ તરફ વળતા બીએસએનએસને ફટકો પડ્યો હતો. ત્યારબાદ બીએસએનએલએ નવી ટેકનોલોજી અપનાવીને સ્ટાફમાં ઘટાડો કરીને પોતાનું સ્થાન જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે. હવે ગુજરાતમાં […]

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 34 તાલુકામાં પડ્યો વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવાતી રાહ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 34 તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બુધવારે દિવસ દરમિયાન 13 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના પલસાણામાં સવા ઈંચ, તથા ઉંમરગાંમ, પારડી, વાપી, ઓલપાડ, વેરાવળ, ગણદેવી, ખાંભા, બારડોલી, હાંસોટ, તથા ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. […]

ગુજરાતમાં ટિટેનસ અને ત્રિગુણી રસીકરણના અભિયાનનો પ્રારંભ, 23 લાખ બાળકોને રસી અપાશે

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી TD (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે જુન […]

ગુજરાતમાં 21મી જુનનો દિવસ સાડા તેર કલાકનો સૌથી લાંબો અને રાત ટૂંકી રહેશે,

અમદાવાદઃ દિવસો એક સરખા રહેતા નથી. ક્યારેક રાત લાંબી અને દિવસ ટુકો રહેતો હોય છે. તો ક્યારેક દિવસ લાંબો અને રાત ટુકી રહેતી હોય છે. જોકે અલગ અલગ પ્રદેશોમાં દિવસ-રાતના ફેરફારો જોવા મળતા હોય છે. ગુજરાતમાં આગામી તા. 21 જૂનના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે. 21મી જુનથી દક્ષિણાયણ શરૂ થશે. […]

ગુજરાતમાં 21 તાલુકામાં પડ્યો વરસાદ, આદ્રા નક્ષત્રને લીધે આગામી 10 દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ, તથા ગારિયાધાર, લાલીયા, ક્વાંટ ઉંમરગાંમ, નાદોડ, માંડવી કચ્છ, દ્વારકા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code