1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 21મી જુનનો દિવસ સાડા તેર કલાકનો સૌથી લાંબો અને રાત ટૂંકી રહેશે,

અમદાવાદઃ દિવસો એક સરખા રહેતા નથી. ક્યારેક રાત લાંબી અને દિવસ ટુકો રહેતો હોય છે. તો ક્યારેક દિવસ લાંબો અને રાત ટુકી રહેતી હોય છે. જોકે અલગ અલગ પ્રદેશોમાં દિવસ-રાતના ફેરફારો જોવા મળતા હોય છે. ગુજરાતમાં આગામી તા. 21 જૂનના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે. 21મી જુનથી દક્ષિણાયણ શરૂ થશે. […]

ગુજરાતમાં 21 તાલુકામાં પડ્યો વરસાદ, આદ્રા નક્ષત્રને લીધે આગામી 10 દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ, તથા ગારિયાધાર, લાલીયા, ક્વાંટ ઉંમરગાંમ, નાદોડ, માંડવી કચ્છ, દ્વારકા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન […]

ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને […]

ગુજરાતમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની કાલે 18મીથી હડતાળ, વાન પાસિંગ માટે બે મહિનાનો સમય આપો

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સજાગ બન્યું છે. રાજ્ય સરકારની સુચના બાદ તમામ આરટીઓ દ્વારા પરમિટ વિના ગેરકાયદે દોડતી સ્કુલવાન અને રિક્ષાઓ સામે ચેકિંગની ઝૂંબેશ હાથ ધરી છે. તેથી સ્કુલવાન અને રિક્ષાચાલકો નારાજ થયા છે. દરમિયાન સ્કૂલવાન એસોએ સ્કૂલવાન અને રિક્ષાઓના આરટીઓ પાસિંગ માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી છે. પણ માગ […]

ગુજરાતમાં રવિવારે સવારે 9 તાલુકામાં પડ્યો વરસાદ, પોરબંદર અને ભાણવડમાં બે ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન બાદ જોર ધીમી પડ્યુ હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દરમિયાન આજે રવિવારે સવારે નવ તાલુકામાં વરસાદમા ઝાપટાં પડ્યા હતા. જેમાં પોરબંદર અને દેવભૂમી દ્વારકાના ભણાવડમાં બે ઈચ વરસાદ પડ્યો […]

ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, […]

ગુજરાતઃ બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ

અમદાવાદઃ પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.) કેન્સર અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (એન.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ […]

ગુજરાતમાં ગત વર્ષે માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકશાની સહાય હજુ ખેડુતોને મળી નથી

ગાંધીનગરઃ કૂદરતી આફતોમાં કૃષિપાકને નુકસાન થયું હોય તો સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરવીને સહાયની જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારી વિભાગોમાં સંકલનને અભાવે ખેડુતોને સહાય મલામાં ખૂબ વિલંબ થયો હોય છે. ગત વર્ષે ત્રણ કમોસમી વરસાદ-માવઠાથી જે ખેડૂતો અસરગ્રસ્ત થયા હતા. તે તમામને હજુ સુધી રાજય સરકાર તરફથી પૂરી સહાય મળી નથી. સરકાર દ્વારા […]

ગુજરાતમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ

અમદાવાદઃ રાજયભરની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજે ગુરૂવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના પગલે 54 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. ગુજરાતમાં આજે ગુરૂવારથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. આજે શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. 35 દિવસના ઉનાળુ વેકેશન […]

ગુજરાતઃ GST સેવા કેન્દ્રોમાં ફેક અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

અમદાવાદઃ GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને ફેક રજિસ્ટ્રેશન રોકી ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં 7 નવેમ્બર 2023એ 12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ, GSTની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે GST સેવા કેન્દ્રની શરૂઆતના સાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code