
ગુજરાતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઈ
નવી દિલ્હીઃ અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના બે ઈસમને પોલિસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બે ઈસમ હાઈવે પરના મોબાઈલ ટાવરની રેકી કરતા અને 5G મોબાઈલ ટાવરની બેટરીની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા.
અરવલ્લી જિલ્લામાં બેટરી ચોરીના ગુના મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે નોંધાયા હતા, જેને લઇને પોલિસે તપાસ કરી હતી. પોલીસે સર્વેલન્સ આધારે એક હોન્ડા સિટી XUV કાર જોવા મળતા, મોડાસાના કિશોરપુરા ચોકડી નજીકથી કારમાં સવાર બે ઈસમને પોલીસે ઝડીપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા,ખેડામાં 8, આણંદ-2, અમદાવાદ ગ્રામ્ય 10, ગાંધીનગર-3, અરવલ્લી-3, વડોદરા ગ્રામ્ય-2,પંચમહાલ-01,મહેસાણા-1 જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1 મળી કુલ 31 બેટરી ચોરી કર્યાની કબૂલાત તપાસમાં સામે આવી છે. ચોરી કરેલી બેટરી દિલ્હી લઈ જતાં હતા, ચોરી કરેલ બેટરી કોને વેચતા હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વધુ ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.