1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થિનીઓ માટે “નમો લક્ષ્મી યોજના”નો પ્રારંભ

ગાંધીનગરઃ   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક […]

ખેરાળુ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેના મોત, ખાત્રજ પાસે બે બાઈક અથડાતા 1નું મોત

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખેરાળુ-સિદ્ધપુર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર […]

ગુજરાતમાં 72 તાલુકામાં વરસાદ, વીજળી પડતા એક અને ઝાડ નીચે દબાતા 3ના મોત, કાર તણાઈ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 72 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને  સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડમાં સાડા ત્રણ ઈંચ, વલસાડના ધરમપુર, અમરેલીના બાબરામાં ત્રણ ઈંચ, તથા વલસાડના કપરાડા, ક્વાંટ, વગેરે તાલુકામાં બે ઈંચ, અને બાકીના […]

ગુજરાતમાંથી કોણ કેન્દ્રિય પ્રધાન બનશે, અટકળોનો દૌર શરૂ થયો, કેટલાક MPને ફોન આવ્યાની ચર્ચા

ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે રવિવારે સાંજે એનડીએની સરકાર સત્તા સંભાળશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાથે પ્રધાન મંડળનો શપથ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. મોદીના નવા પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી કોને સ્થાન અપાશે તેની છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી છે. અમિત શાહ, નડ્ડા, મનસુખ માંડવિયાના નામ નિશ્વિત માનવામાં આવે છે. જ્યારે સીઆર પાટિલ, […]

ગુજરાતઃ 10 લાંચિયા અધિકારીઓ સામે ACBની કાર્યવાહી, 25 કરોડની અપ્રમાણસરની મિલક્ત શોધાઈ

અમદાવાદઃ ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ- ૧૩ જેટલા સફળ કેસો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ-૧૦૪ લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી […]

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી, ડાંગ અને છોટાઉદેપુરમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેમ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુરના ક્વાંટમાં વરસાદ વરસ્યો હતો. શીત લહેરો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં  ઠંડકની લહેર ફરી વળી હતી. મહત્વનું છે કે હવામાન વિભાગે  11 જૂન સુધીમાં છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના […]

ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને જુનમાં તુવેરદાળનું વિતરણ નહીં કરાય, જુલાઈથી નિયમિત અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો છેલ્લા ઘમા વખતથી તુવેરદાળનો પુરતો પુરવઠો ન અપાતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે અવાર-નવાર સરકારને રજુઆતો પણ કરી છે. હવે જુન મહિનામાં રેશનિંગના દુકાનદારોને તુવેરદાળનો પુરવઠો આપવામાં નહીં આવે જેથી રેશનિંગકાર્ડ ધારકોને પણ જુન મહિનામાં તુવેરદાળનું વિતરણ કરી શકાશે નહીં. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતના ભાજપના સાંસદોને આ વખતે કેન્દ્રિય પ્રધાન મંડળમાં પુરતું પ્રતિનિધિત્વ નહીં મળે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો મેળવી છે. ગત વખતે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાત સાંસદોને કેન્દ્રિય પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ હતું. પરંતુ આ વખતે સાત સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. કારણ કે, એનડીએના સાથી પક્ષો વધુ મંત્રીપદ માગી રહ્યા છે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે. વડાપ્રધાન […]

ગુજરાતમાં 34506 શિક્ષકોની ઘટ પુરવા સત્વરે ભરતી કરવાની ટેટ અને ટાટના ઉમેદવારોએ કરી માગ

ગાંધીનગરઃ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34506 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે શિક્ષકો નિવૃત થતાં હોવાથી ખાલી જગ્યાઓ વધતા જાય છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવા ટેટ અને ટાટના ઉમેદવારોએ માગણી કરી છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 34506 જેટલી જગ્યાઓ ખાલી […]

ગુજરાતમાં બીબીએ અને બીસીએના કાર્ષને AICTEની મંજુરી મળી હશે તો જ પ્રવેશ આપી શકાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલતા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની AICTE કાઉન્સિલની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજોને જાણ કરવામાં આવી રહી છે, AICTEની મંજુરી નહીં હોય તો કોલેજો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી.  આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તાજેતરમાં જ એક પરિપત્ર કરી સંબંધિત કોલેજને સૂચના આપી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code