1. Home
  2. Tag "Gujarati Akhbar"

પાકિસ્તાનઃવરસાદ અને ભૂસ્ખલનને કારણે 300 થી વધુ લોકોના મૃત્યુ

પાકિસ્તાનમાં, ચોમાસાથી થયેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે 26 જૂનથી 140 બાળકો સહિત 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 715 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના તાજેતરના અહેવાલમાં, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે કુલ મૃત્યુઆંકમાંથી 140 બાળકો, 102 પુરુષો અને 57 મહિલાઓ હતા. જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વિગતો આપતા, અહેવાલમાં અંદાજવામાં […]

પરીક્ષા પે ચર્ચા 2025 : એક મહિનામાં સૌથી વધુ નોંધણીઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC), જે 2018થી MyGovના સહયોગથી શિક્ષણ મંત્રાલય દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે, તેને “એક મહિનામાં નાગરિક જોડાણ પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકો નોંધાયેલા” માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ માન્યતા MyGov પ્લેટફોર્મ પર આયોજિત કાર્યક્રમની 8મી આવૃત્તિ દરમિયાન પ્રાપ્ત થયેલા 3.53 […]

નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતની મુલાકાતે આવેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મળ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ભારત અને […]

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી સંબંધિત PMLA કેસમાં ED સમક્ષ હાજર થયા

નવી દિલ્હી: રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ તેમની ગ્રુપ કંપનીઓ સામે કરોડો રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડીના કેસોમાં પૂછપરછ માટે હાજર થયા હતા. અંબાણી સવારે લગભગ 11 વાગ્યે મધ્ય દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા. ડિરેક્ટોરેટ 66 વર્ષીય ઉદ્યોગપતિનું મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નિવેદન નોંધશે. એજન્સી દ્વારા 24 […]

વિપક્ષ વિચારી રહ્યું હશે કે શું ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરીને ભૂલ કરી? PM મોદીના વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. NDA બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના મજબૂત પ્રતિભાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પણ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ હતો, […]

ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનનો રહીમ યાર ખાન એરબેઝ હજુ પણ બંધ, ફરી નોટામ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતના ઓરપેશન સિંદૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝને લઈને પાકિસ્તાને ફરી એકવાર નોટામ(એરમેનને નોટી) જારી કરી છે. આ એરબેઝને મે મહિનામાં ભારતીય વાયુસેનાએ નિશાન બનાવ્યું હતું. આ રનવે હજુ સુધી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી અને 15 ઓગસ્ટ, 2025 સુધી બંધ રહેવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રહીમ યાર ખાન એરબેઝનો […]

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાટાઘાટો થશે

નવી દિલ્હીઃ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ માર્કોસને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાશે. વિદેશ મંત્રી […]

NDA ના નેતાઓની સંસદીય પક્ષની બેઠક મળી, ઓપરેશન સિંદૂર મામલે PM મોદીનું સન્માન કરાયું

નવી દિલ્હીઃ NDA માં સમાવિષ્ટ પક્ષોના નેતાઓએ આજે સંસદીય પક્ષની બેઠક દરમિયાન PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન NDA પક્ષોના નેતાઓની આ પહેલી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે […]

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, ફોરલેન માટે ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીએ 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિમીના માર્ગનું ફોરલેન માટે ખાતમુહૂર્ત કર્યું, ભરૂચમાં રૂ. 637 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા, ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના 46 કિ.મી. માર્ગને રૂ. 400 કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.  આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ […]

અમદાવાદમાં મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ભારે વાહનનો માટે બંધ કરાયો

બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો, ભારે વાહનો ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી અવરજવર કરી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડ્યુ અમદાવાદઃ શહેરના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે, શહેર પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code