1. Home
  2. Tag "Gujarati Akhbar"

ભારતીય શેરબજારમાં મંદી, BSEમાં 46 પોઈન્ટ NSEમાં 1.75 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

મિશ્ર વૈશ્વિક સંકેતો અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે બુધવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં PSU બેંકો અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં વેચવાલી જોવા મળી હતી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 7.72 પોઈન્ટ ઘટીને 80,280.66 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1 પોઈન્ટ વધીને 24,336.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 197.50 પોઈન્ટ ઘટીને 55,193.75 […]

IPLમાં સદી ફટકારનાર 14 વર્ષના વૈભવને ભેટમાં મળી મર્સિડીઝ-બેન્ઝ કાર

આ દિવસોમાં IPLમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશીનું નામ ખુબ જ ચર્ચામાં છે. 14 વર્ષના વૈભવના શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને, રાજસ્થાન રોયલ્સના માલિક રણજીત બરઠાકુરે તેને ઈનામમાં નવી મર્સિડીઝ-બેન્ઝ કાર ભેટમાં આપી છે. મેચ પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વૈભવને મર્સિડીઝ બેન્ઝની ચાવી આપવામાં આવી રહી છે. વૈભવ હાલમાં 14 […]

ભારત અને જોર્ડન વચ્ચે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને જોર્ડન વચ્ચે વિદેશ કાર્યાલય પરામર્શ અમ્માનમાં યોજાયો હતો. તેની અધ્યક્ષતા અરુણ કુમાર ચેટર્જી, (સેક્રેટરી સીપીવી અને ઓઆઈએ) અને જોર્ડનના વિદેશ મંત્રાલય અને વિદેશી નાગરિકોના સચિવ માજિદ ટી કતરાનેહ દ્વારા કરવામાં આવી હતી. બંને દેશોએ રાજકીય-સુરક્ષા, આર્થિક, વિકાસલક્ષી અને લોકો-થી-લોકોના ક્ષેત્રોમાં હાલના દ્વિપક્ષીય તંત્ર દ્વારા તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા […]

રાજકોટઃ ITI વિદ્યાર્થીઓએ અનોખી કારનો મોડલ કર્યું તૈયાર

રાજકોટઃ રાજકોટના વિદ્યાર્થીઓની સફળતાએ સાબિત કર્યું કે મહેનતથી સપના સાકાર થાય છે. ધોરણ 10 અને 12 ભણેલા અને ITIના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ અનોખી કારનું મોડેલ બનાવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેક્નિકલ કુશળતાથી ઈલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે. રાજકોટના વિદ્યાર્થીઓના ટેલેન્ટના કાર કંપનીઓએ પણ વખાણ કર્યા છે. ITIના 18 વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી ઈલેક્ટ્રિક કાર બનાવી […]

ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા, ભક્તોની ભીડ ઉમટી

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના શુભ પ્રસંગ્રે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હવે, ભક્તો છ મહિના સુધી સતત માતા ગંગાના દર્શન કરવા માટે ગંગોત્રી ધામની મુલાકાત લઈ શકશે. બુધવારે સવારે અભિજિત મુહૂર્તમાં ભક્તો માટે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. […]

મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી, ભ્રષ્ટાચાર મામલે વધુ એક FIR નોંધાઈ

નવી દિલ્હીઃ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ AAP નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ […]

નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડમાં ફેરફાર, પૂર્વ રો ચીફ આલોક જોશીને બનાવાયાં ચેરમેન

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવની સ્થિતિ છે. દરમિયાન, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યા છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે બોર્ડમાં કુલ 7 સભ્યો હશે. ત્રણેય સેનાના નિવૃત્ત અધિકારીઓને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા […]

લોહીની નદીની ધમકી આપનાર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ મામલે આંતરાષ્ટ્રીય કોર્ટમાં જશે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આના કારણે પાકિસ્તાનને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના પ્રતિબંધ પછી, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાને ભારતના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પરંતુ પાકિસ્તાનને અહીંથી સફળતા મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. એવું […]

કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ નજર કેદ હોવાના પાકિસ્તાનના દાવાની પોલ ખુલી

નવી દિલ્હીઃ કુખ્યાત પાકિસ્તાન હાફિઝ સઈદ હાલ પાકિસ્તાનમાં આઝાદીથી ચુસ્તસુરક્ષા બંદોબસ્ત વચ્ચે લાહોરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. હાફિઝ સઈદના ઘરનો વીડિયો અને તેના ઘરની બહાર ગોઠવવામાં આવી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદને નજર કેદ રાખવામાં આવ્યો હોવાના પાકિસ્તાન દ્વારા દાવા કરવામાં આવે છે. જો કે, વાયરલ થયેલા વીડિયોએ પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલી નાખી […]

પહેલગામ હુમલામાં વધુ એક સ્થાનિક આંતકવાદી ફારુખ અહેમદની સંડોવણી ખુલી, NIAની તપાસનો ધમધમાટ તેજ બની

આતંકતવાદી ફારુખ હાલ પીઓકેમાં હોવાનું ખુલ્યું સુરક્ષાદળોએ આતંકવાદીનું ઘર જમીનદોસ્ત કર્યું અન્ય સ્થાનિક આતંકવાદીઓને ઝડપી લેવા ચક્રોતેજ કરાયાં નવી દિલ્હીઃ પહેલગામ હુમલામાં એનઆઈએ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં ફારુખ અહેમદ નામના વધુ એક આતંકવાદી સંડોવણી ખુલી છે. આ આતંકવાદી હાલ પીઓકેમાં છુપાયેલો હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં આતંકવાદી કાશ્મીરના યુવાનોનું બ્રેઈનવોશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code