1. Home
  2. Tag "Gujarati Akhbar"

જમીન વિકાસ નિગમના નિવૃત કર્મચારીઓને સાતમા પંચનો લાભ ન મળતા CMને રજુઆત

નિવૃતિના 5 વર્ષ બાદ કર્મચારીઓ CPF ગ્રેચ્યુઈટી અને 7માં પગાર પંચના લાભથી વંચિત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કરી રજુઆત કર્મચારીઓના ડેટા ઇ.પી.એફ.ઓમાં અપલોડ કરવામાં નિગમના અધિકારીઓ લાપરવાહી ગાંધીનગરઃ ગુજરાત જમીન વિકાસ નિગમના વય નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પોતાના બાકી નીકળતા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે. વર્ષો સુધી જમીન વિકાસ […]

ભાવનગરના ભરતનગરમાં હાઉસિંગ બોર્ડની જમીન પર ગાર્ડનનો પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો

હાઉસિંગ બોર્ડે પોતાની જમીનમાં ગાર્ડન ન બનાવવા મ્યુનિને ફરમાન કર્યું મ્યુનિએ 45 લાખનો ખર્ચ કર્યા બાદ વિવાદ સર્જાયો મ્યુનિ. અને હાઉસિંગ બોર્ડ વચ્ચે સંકલના અભાવથી ગાર્ડનનું કામ અટક્યુ ભાવનગરઃ શહેરના ભરતનગર વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. એમાં હાઉસિંગ બોર્ડની જમીન પણ આવી જાય છે. મ્યુનિએ હાઉસિંગ બોર્ડ […]

સુરતમાં ABVPની કાર રેલી, જોખમી સ્ટંટનો વિડિયો વાયરલ થતાં પોલીસે બે કાર કબજે કરી

એબીવીપીએ પોલીસની પરવાનગી વિના કાર રેલી યોજી હતી કારમાં સવાર વિદ્યાર્થીઓએ જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યા હતા, પોલીસે ભયજનક ડ્રાઈવિંગનો ગુનો નોંધીને બે કાર ડિટેઈન કરી સુરતઃ  શહેરમાં ડી.આર.બી. કોલેજ ખાતે એબીવીપીની કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ એબીવીપીના વિદ્યાર્થીઓએ શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં કાર રેલી કાઢી હતી. અને કાર રેલીમાં વિદ્યાર્થીઓ જોખમી ડ્રાઈવ […]

અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે

પાટિદાર યુવા બિઝનેસ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે 28મી ડિસેમ્બરે યોજાનારા સંમેલનમાં 7 દેશોમાંથી પાટિદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે દેશભરના 20 હજારથી વધુ યુવા પાટિદારો સંમેલનમાં જોડાશે અમદાવાદઃ  શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે, આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય […]

કચ્છમાં ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, બેના મોત

વાહનો એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગતા એક વર્ષના બાળક દાઝી જતા મોત ચારેય વાહનોના અકસ્માત બાદ બ્લાસ્ટ થયો હતો દંપત્તીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે ચારેય વાહનોમાં આગ […]

સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા ન આપવા ફેમિલી કોર્ટે કર્યો આદેશ

દીક્ષા ન અપાવવા બાળકીની માતાને કોર્ટમાં એફિડેવિટ કરવા આદેશ બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કોર્ટના આદેશથી બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી સુરતઃ શહેરમાં 7 વર્ષની બાળકીને દીક્ષા આપવાના પ્રશ્ને ચાલી રહેલા કાયદાકીય જંગમાં ફેમિલી કોર્ટે બાળકીને દીક્ષા ન આપવાનો આદેશ કરતા બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ કેસમાં પોતાની દીકરીની દીક્ષાની […]

ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષિય બાળકનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

પરિવાર મજુરી કાર કરતો હતો ત્યારે બાળકને દીપડો ઉઠાવી ગયો હતો શ્રમિક પરિવારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો બાળકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અમરેલીઃ  જિલ્લામાં હાલ રવિ સીઝનમાં ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા છે. સીમ વિસ્તારમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે […]

બગોદરા-વટામણ હાઈવે પર રાત્રે લૂંટારૂ શખસોએ કાર આંતરીને પરિવારને મારમારી લૂંટ કરી

બગોદરા નજીક હાઈવે પર લૂંટારૂ શખોએ કારને ઊભી રખાવીને પ્રવાસીઓને મારમાર્યો રૂપિયા 8000 રોકડ, મોબાઈલફોન અને કાર લઈ લૂંટારૂ નાસી ગયા કારમાં પરિવાર વડોદરાથી સુરેન્દ્રનગર ઝઈ રહ્યો હતો અમદાવાદઃ બગોદરા-વટામણ નેશનલ હાઈવે પર બગોદરા નજીક રાતના સમયે વજોદરા તરફથી આવતી એક કારને ઊભી રખાવીને લૂંટારૂ શખસોએ કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારને ધમકી આપીને મારમારીને રૂપિયા […]

યોગ શારીરિક તાકાત વધારે પણ ધ્યાન મનની એકાગ્રતા વધારે છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન, મુખ્યમંત્રીએ યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન […]

માઉન્ટ આબુના જોખમી વળાંક પર અમદાવાદ આવતી બસ પલટી, 24 પ્રવાસીઓને ઈજા

ખાનગી લકઝરી બસ પલટી જતા પ્રવાસીઓએ બુમાબુમ કરી પોલીસ કાફલો દોડી ગયો, ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા લકઝરી બસની બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓની ખાનગી લકઝરી બસને માઉન્ટના જોખમી વળાંક પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code