1. Home
  2. Tag "Gujarati Akhbar"

રાણીપના ઓવરબ્રિજ પર વળાંકમાં બાઈક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું મોત

અમદાવાદ, 15 મે 2026:  Driver dies after bike hits divider શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાતે રેલવે ઓવરબ્રિજ પર બાઈકચાલક પૂરફાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના વળાંકમાં બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડતા […]

રાજુલા નજીક ધાતરવડી નદીમાં નહાવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત

અમરેલી, 15 મે 2026: Two children drown while bathing in the Dhataravadi river જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે ઘાતરવડી નદીમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી  મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કાળઝાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. […]

રાજુલા નજીક હાઈવે પર સિંહબાળને કચડીને પલાયન થયેલો કારચાલક પકડાયો

અમરેલી, 15 મે 2026: Driver who ran over lion cub and fled arrested તાજેતરમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી  સિંહબાળનું મોત નિપજ્યુ હતું. આ બનાવને લીધે વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવીના કૂટેજ અને બાતમીને આધારે વન વિભાગના […]

સરકારી માધ્યમિક શાળાઓના બાંધકામ માટે રૂપિયા 330 કરોડ ફાળવાયા

ગાંધીનગર, 15 મે 2026: Rs 330 crore allocated for construction of government secondary schools ગુજરાતમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વર્ગ ખંડો તેમજ શાળાઓના રિનોવેશન તેમજ રિપેરિંગના કામ માટે રાજ્ય સરકારે કુલ રુપિયા 330 કરોડ મંજૂર કર્યા છે. શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવ મુજબ, […]

ગાંધીનગરમાં ટ્રેકટર ટ્રોલી પલટીને સ્કૂટર પર પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત

ગાંધીનગર, 15 મે 2026: Cousin dies after tractor trolley overturns and falls on scooter શહેરના ન્યૂ વાવોલ વિસ્તારમાં રિલાયન્સ માર્ટ બજાર પાસે પૂરપાટ ઝડપે ટ્રેક્ટર- ટ્રોલી ચાલકે વળાંક પર કાબૂ ગુમાવતા ટ્રેકટરની ટ્રોલી જ્યુપિટર સ્કૂટર પર પલટી ખાતા સ્કૂટર સવાર પિતરાઈ ભાઈ-બહેન ટ્રોલી નીચે દબાઈ ગયા હતા. જેમાં ભાઈનું ઘટનાસ્થળે અને બહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન […]

ભાવનગરમાં BSNLના કેબલની ચોરી કરતી આંધ્રપ્રદેશની ગેન્ગ પકડાઈ

ભાવનગર, 15 મે 2026: Gang from Andhra Pradesh caught stealing BSNL cables  શહેરમાં જમીનમાં બિછાવેલા બીએસએનએલના કેબલ કાઢીને ચોરી કરતી પરપ્રાંતની ગેન્ગને પોલીસે ઝડપી લીધી છે. શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે સરકારની માલિકીની ટેલિફોન કંપની બીએસએનએલના અંડરગ્રાઉન્ડ કોપર કેબલની ચોરી કરતી પરપ્રાંતિય ટોળકીના 4 શખસોને  નિલમબાગ પોલીસે દબોચી લીધા છે.  પોલીસે આરોપીઓ પાસેથી […]

રાજકોટ શહેર અને જિલ્લામાં 7375 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ

રાજકોટ, 15 મે 2026: 7375 employees assigned to census work ગુજરાતમાં તા. 1લી જુનથી વસતી ગણતરીનો પ્રારંભ થશે. તેના માટે હાલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કૂલ 7,375 કર્મચારીઓ વસતી ગણતરી માટે કામગીરી સોંપવામાં આવી છે.  જેમાં રાજકોટ શહેરના 18 વોર્ડની વસતી ગણતરી 4200 કર્મચારીઓ કરશે. તેમજ જિલ્લામાં 3,175 કર્મચારીઓને […]

સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ

સુરત, 15 મે 2026: Trial run begins on 6.5 km of Metro East-West Corridor Phase-2  શહેરમાં મેટ્રો ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જતા ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. શહેરના મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફરજિયાત કાર પુલિંગ માટે પરિપત્ર જારી કરાયો

અમદાવાદ, 15 મે 2026: AMC issues circular for mandatory car pooling વડાપ્રધાનની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પરિપત્ર જારી કરીને મ્યુનિના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની […]

રાજકોટમાં મ્યુનિએ રોડ પરના હનુમાનજીની 8 ડેરી સહિત 12 મંદિરો તોડી પાડ્યા

રાજકોટ, 15 મે 2026: RMC demolished 12 temples including 8 Hanumanji dairies શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ગઈ મધરાત બાદ રોડ-રસ્તાઓ પર નડતરરૂપ હોય એવા 8 હનુમાનજીની ડેરી સહિત 12 મંદિરો તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. આરએમસી દ્વારા શહેરના મવડી વિસ્તારમાં આવેલા મંદિરને તોડવા માટે શ્રમિકો સાથે બુલડોઝર આવતા  સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code