1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે આ રીતે અલગ ટચ આપી તૈયાર કરો ભરેલી દાળ ઢોકળી, જાણો રેસીપી
ઘરે આ રીતે અલગ ટચ આપી તૈયાર કરો ભરેલી દાળ ઢોકળી, જાણો રેસીપી

ઘરે આ રીતે અલગ ટચ આપી તૈયાર કરો ભરેલી દાળ ઢોકળી, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 03 જૂન 2026: stuffed dal dhokali recipe દાળ ઢોકળી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે જે બધાના ઘરમાં બનતી હોય છે, આ વાનગી તુવેર દાળમાંથી બને છે, અને એમાં વઘાર કરીને ખાટી મીઠી દાળમાં નાની ઢોકળી નાખીને બનાવામાં આવે છે, પરંતુ શું તમે કદી ભરેલી દાળ ઢોકળી ખાધી છે?

ભરેલી દાળ ઢોકળીમાં ઢોકળીમાં બટાકાંને વટાણાનું સ્ટફિંગ ઉમેર્યું છે, તમે તમારી પ્રિય શાકભાજીનું સ્ટફિંગ કરી શકો છો.

ભરેલી દાળ ઢોકળી રેસીપી

સામગ્રી

દાળ માટે

1 કપ તુવેર દાળ

2 ચમચી મગફળી

1 નાનું (સમારેલું) ટામેટું

1 ચમચી ગોળ

1 ચમચી આમલીનો પલ્પ

1 ચમચી હળદર

1-2 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી ધાણા પાવડર

સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે

2 ચમચી તેલ/ઘી

1 ચમચી રાઈ

1 ચમચી જીરું

ચપટી હિંગ

મીઠા લીમડાના પાન

2 સૂકા લાલ મરચાં

1 ચમચી લસણ

ઢોકળી માટે

1 કપ આખા ઘઉંનો લોટ

થોડો ચણાનો લોટ

1 ચમચી તેલ

મીઠું + હળદર

જરૂર મુજબ પાણી

સ્ટફિંગ માટે

2-3 બટાકા

50 ગ્રામ લીલા વટાણા

1 ચમચી મરચાં પાવડર

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણા પાવડર

કોથમીર મુઠ્ઠીભર

સ્વાદ મુજબ મીઠું

ભરેલી દાળ ઢોકળી બનાવાની રીત

દાળ બાફો : સૌ પ્રથમ પ્રેશરમાં દાળ, મગફળી, હળદર અને મીઠું નાખીને બાફી લો. તેને સ્મૂધ કરો, થોડું પાતળું કરવા માટે પાણી ઉમેરો. એમાં ટામેટા, ગોળ, આમલી અને મસાલા ઉમેરો, તેને ઉકળવા દો.

સ્ટફિંગ ઢોકળી બનાવો : હવે સ્ટફિંગ માટે બટાકા, વટાણા,  મરચાં પાવડર, ધાણા પાવડર, હળદર પાઉડર ઉમેરી અને મીઠું ઉમેરીને સીલ કરીને દાળમાં મુકો.હવે દાળને મીડીયમ ફ્લેમ પર લગભગ 15 મિનિટ સુધી કુક કરો, અને થોડી વાર માટે ઉકાળો.

હવે વઘાર મુકો : તેલ/ઘી ગરમ કરો, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લાલ મરચાં ઉમેરો અને દાળ ઉપર રેડો હવે એમાં કોથમીર અને લીંબુ નીચોવીને ગાર્નિશ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code