1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાંતલપુર ગામે અકસ્માતમાં મહિલાનું મોત, ટોળાંએ ટ્રક સળગાવીને ચાલકને ફટકાર્યો
સાંતલપુર ગામે અકસ્માતમાં મહિલાનું મોત,  ટોળાંએ ટ્રક સળગાવીને ચાલકને ફટકાર્યો

સાંતલપુર ગામે અકસ્માતમાં મહિલાનું મોત, ટોળાંએ ટ્રક સળગાવીને ચાલકને ફટકાર્યો

0
Social Share

જુનાગઢ, 1 જુન,2026 : Woman dies in accident in Santalpur village જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર મહિલાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને અકસ્માતને લીધે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને માર મારી ટ્રક સળગાવી દીધો હતો. હુમલા સંદર્ભે ટ્રક ચાલકે 11 શખ્સો વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વંથલી તાલુકાના સાંતલપુર ગામે ઓઝત નદીમાં આવેલી લીઝમાં રેતી ભરવા જતી વખતે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક પાછળ બેસેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને લીધે લોકોનું ટોળુ એકઠું તઈ ગયું હતું. દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ ટ્રક ચાલક પ્રકાશ ભેડાને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત અજાણ્યા ૭થી 8 ઇસમોએ એક જૂથ થઈ ગાળો ભાંડી ટ્રક ચાલકને મારી નાખવા પેરવી કરી હતી. જીવ બચાવવા ટ્રક ચાલકે એક કિલોમીટર સુધી દોટ મૂકી હતી. પરંતુ પાછળ દોડેલા લોકોએ તેને પકડી લઈ લાકડી, કુહાડી અને ધાતુના બેલ્ટ વડે માર માર્યો હતો તેમજ ટ્રકને સળગાવી દીધો હતો. ઘટના સંદર્ભે ટ્રક ચાલક પીઠાભાઈ ભેડાએ બાબુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડાના બાપા, રવિ ભુવા તથા અજાણ્યા ત્રણથી ચાર ઈસમો સહિત કુલ 11 શખ્સો સામે ટ્રકને સળગાવી તથા ટ્રકના ડેક્સ બોર્ડના ખાનામાં રાખેલા કાંટા ચિઠ્ઠી, બીલ તથા રૂ. 1.35 લાખની રોકડ સળગાવી દીધાની કે કોઈ લઈ ગયા અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code