1. Home
  2. Tag "Gujarati Akhbar"

ગુજરાતઃ GSTની આવકમાં નોંધપાત્ર વધારો, આંકડો 6702 કરોડ ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. જુલાઇ-2025માં ગુજરાત GST હેઠળ 6,702 કરોડની આવક થઈ છે. જે જુલાઈ 2024માં થયેલી આવક 5837 કરોડ કરતા 15 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકમાં 8 ટકાનો ગ્રોથ રહ્યો છે. ગુજરાત રાજ્યને જુલાઈ 2025માં વેટ હેઠળ 2620 કરોડની આવક થઈ છે. વિદ્યુત […]

મુંબઈઃ રિઝર્વ બેંકએ બે બેંકોના મર્જરને મંજુરી આપી, ખાતેદારોને મળશે વધુ સારી સુવિધા

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈ સ્થિત બે સહકારી બેંકો, ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સ્વૈચ્છિક વિલીનીકરણને મંજૂરી આપી છે. આ વિલીનીકરણ 4 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ વિલીનીકરણ પછી, ન્યુ ઈન્ડિયા બેંકની બધી શાખાઓ હવે સારસ્વત બેંકની શાખાઓ તરીકે કાર્ય કરશે. ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક થોડા […]

પીએમ કિસાન યોજના હેઠળ PM મોદીએ 20મો હપ્તો જાહેર કર્યો, 9.7 કરોડ ખેડૂતોના ખાતમાં રકમ ટ્રાન્સફર કરાઈ

વારાણસીઃ દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના બનૌલી ગામથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (પીએમ કિસાન) યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો છે. આ પ્રસંગે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹20,500 કરોડની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019 માં શરૂ કરાયેલ, આ કેન્દ્ર સરકારની યોજના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે કરી અપીલ

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે વારાણસીના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં, બનૌલીમાં જાહેર સભા સ્થળના મંચ પરથી, તેમણે કાશી સાથેના તેમના જોડાણનો ઉલ્લેખ કર્યો અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે બાબા વિશ્વનાથનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો […]

લોનના બહાને વિદેશી નાગરિકો પાસેથી પડાવતા કોલસેન્ટરનો પર્દાફાશઃ બેની ધરપકડ

અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક હાંસોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ધમધમતા કોલસેન્ટર ઉપર પોલીસે છાપો મારીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને લોન મંજૂર થયાનું જણાવીને ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી કમ્યુટર સહીતના સાધનો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટાફ […]

ખેડાઃ રૂદણ ગામના તળાવમાં પાંચ દિવસથી ફસાયેલા 50 કપિરાજને બચાવાયાં

અમદાવાદઃ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના ડાકનિયા તળાવમાં પાણી ભરાતા ૫૦ કપિરાજ બાવળના ઝાડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા હતા જેની જાણ ગ્રામજનોને થતા વાંસની સીડી બનાવી ત્રણ દિવસની જહેમત બાદ કપિરાજોને તળાવમાંથી બહાર કઢાયા હતા. મહેમદાવાદ તાલુકામાં ૫ દિવસ પહેલા ૯ ઇંચ વરસાદ પડયો હતો ત્યારે રૂદણ ગામના ડાકનિયા તળાવમાં જળસ્તરનો વધારો થયો હતો. પાણી […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, 15 દરવાજા ખોલીને પાણી છોડાયું

અમદાવાદઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. […]

માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં અમદાવાદના યુવાને ગુમાવ્યો જીવ

અમદાવાદઃ યુવાનોમાં સેલ્ફી અને રીલનો મોહ વધ્યો છે જેના કારણે અનેકવાર તેઓ દૂર્ઘટનાનો પણ ભોગ બને છે. આવી જ એક ચોંકાવનારી ઘટના માઉન્ટ આબુમાં સર્જાઈ છે. માઉન્ટ આબુમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અમદાવાદનો યુવાન 300 ફુટ ઉંડી ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં યુવાનનું મોત થયાનું જાણવા મળે છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાનના […]

ઓસ્ટ્રેલિયા: બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કરાયો

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ […]

પાકિસ્તાનમાં લાહોર નજીક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં: 30 મુસાફરો ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લાહોર નજીક એક ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ થયા હતા. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર લાહોરથી રાવલપિંડી જઈ રહેલી ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ગઈકાલે સાંજે શેખુપુરાના કાલા શાહ કાકૂ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્લામાબાદ એક્સપ્રેસ અકસ્માત ત્યારે થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code