1. Home
  2. Tag "Gujarati news"

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનનું 2026-27 વર્ષનું 7609 કરોડનું ડ્રાફ બજેટ રજુ કરાયું

વડોદરા, 3 ફેબ્રુઆરી 2026: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું રૂપિયા 7609.63 કરોડનું  ડ્રાફ્ટ અંદાજ પત્ર મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. ડ્રાફટ બજેટમાં નવા કરવેરા સુચવવામાં આવ્યા નથી. ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફીલગુડ બની રહેશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની હોવાથી તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વીએમસીનું ડ્રાફ્ટ બજેટ […]

ઠંડીનો રાઉન્ડ પુરો થતાં જ બે ઋતુનો અનુભવ થશે, તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, […]

કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષિકાનું અપમાન કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

ભૂજ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના મિરઝાપર વિસ્તારમાં નવનિર્મિત શાળાના કમિશનિંગ સર્ટિફિકેટ મુદ્દે એક મહિલા શિક્ષિકાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ કરીને ઉદ્ધત વર્તન કરીને શિક્ષિકાનું અપમાન કર્યું હતું. ક્ષત્રિય સમાજના શિક્ષિકાના અપમાનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારીની બદલી અથવા માફી માંગે […]

ડીસાના તાલેગંજ ગામની સીમમાં વીજ ઝટકાને લીધે બે ખેડૂત ભાઈઓના મોત

ડીસા, 3 ફેબ્રુઆરી 2026: તાલુકાના તાલેગંજ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પશુઓનું ભેલાણ અટકાવવા માટે લગાવવામાં આવેલા ઝટકા મશીનના કારણે ખેડૂત એવા બે ભાઈઓના મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેતરમાં આંટો મારવા ગયેલા નાના ભાઈને કરંટ લાગ્યા બાદ, તેને બચાવવા ગયેલા મોટા ભાઈનું પણ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની વિગત એવી […]

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શાળાઓમાં 283 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો અપાયા

સુરેન્દ્રનગર, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. તેથી ગામડાંની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે અસર પડી હતી. આ અંગેની રજુઆતો બાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરીને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે. શિક્ષણ સહાયકો ધોરણ 1થી 5માં બાળકોને શિક્ષણ આપશે. ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા […]

રાજકોટમાં મધરાતે યસ બેન્કમાં આગ લાગતા 12 કોમ્પ્યુટર-પ્રિન્ટર, ફર્નિચર બળીને ખાક

રાજકોટ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ગત રાતે 11.35 વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નિકળી હતી. આ બનાવની જાણ થતાં ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે યસ બેન્કને સારૂએવું નુકસાન થયુ છે. આ […]

અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરોમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોની વસતી વધતા વાહનોની સંખ્યા પણ વધી છે. તેમજ નવા બિલ્ડિંગો બની રહ્યા છે. શહેરની આજુબાજુના વિસ્તારોમાં ધમધમી રહેતા ઉદ્યોગો પણ પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે.તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ ચાર મહાનગરોમાં હવા સ્વચ્છતા […]

અમદાવાદના લાંભા વોર્ડમાં મ્યુનિ.એ ખોદેલા ખાડામાં પડતા બે ગાયોનાં મોત

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના લાંભા વોર્ડમાં મ્યુનિના કાન્ટ્રાકટર દ્વારા ડ્રેનેજ લાઈનની ચેમ્બર માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, અને ખાડા ફરતે બેરીકેડ પણ લગાવ્યા નહતા. ત્યારે બે ગાય અને ત્રણ વાછરડી ઊંડા ખાડામાં પડતા બે ગાયના મોતનિપજ્યા હતા. જ્યારે ત્રણ વાછરડીને બચાવી લેવામાં આવી હતી. શહેરના લાંભા વોર્ડમાં સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીના કોન્ટ્રાકટર દ્વારા ખોદવામાં […]

પાકિસ્તાનને રશિયાનો ઝટકો: ભારત સાથેના વિવાદમાં મધ્યસ્થી કરવાનો ઇનકાર

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: આતંકવાદના મુદ્દે વિશ્વભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને હવે તેના જૂના મિત્ર રશિયા પાસેથી પણ નિરાશા સાંપડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે નહીં. રશિયન વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે, બંને દેશોએ પોતાના વિવાદો દ્વિપક્ષીય રીતે જ […]

રશિયાને બદલે હવે વેનેઝુએલા પાસેથી ભારત ઓઈલ ખરીદશેઃ ટ્રમ્પનો દાવો

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં 2 ફેબ્રુઆરી, 2026ના રોજ એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના કુલ ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથેની ફોન પરની વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સોદાની વિગતો શેર કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code