1. Home
  2. Tag "Gujarati news"

નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નડિયાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની […]

સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે ખનીજ વિભાગના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:   સુરેન્દ્રનગર જિલ્લો ખનીજચોરીમાં જાણીતો છે. ત્યારે તંત્રએ પણ ખનીજચોરો સામે લાલા આંખ કરી છે. દરમિયાન સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે. મોટા કેરાળા ગામ પાસે ભોગાવો નદી નજીક આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો […]

તલાળા યાર્ડ દ્વારા કેસરી કેરી બાદ હવે દાડમ અને નાળિયેરની અમેરિકામાં નિકાસ

ગીર સોમનાથ,  2 ફેબ્રુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની કેસર કેરી સ્વાદ રસિયાઓ માટે જાણીતી છે. તલાળા યાર્ડ દ્વારા કેસર કેરીની સફળ નિકાસ કર્યા બાદ હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ શરૂ કરવામાં આવી છે. આ પગલું માત્ર તાલાલા નહીં પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કૃષિ વિકાસ અને નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈ પર […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ નોંધાવે તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગૃહ વિભાગ દ્વારા […]

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]

પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે. […]

વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

થરાદ,  2 ફેબ્રુઆરી 2026:  વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના અધિકારીને રજુઆત કરાતા કેનાલમાં પાણી બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં […]

પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:  પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જાયો વિના જાતે જ શ્રમદાન કરીને ખારાઘોડાની નર્મદા કેનાલમાંથી કચરો બહાર કાઢીને કેનાલમાં સફાઈ કરી હતી. ખેડૂતોએ કેનાલ સાફ કરવા માટે નર્મદા વિભાગને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો […]

રાજકોટ મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં આકરા કરબોજ લાદવાની શક્યતા

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય બજેટ ગઈકાલે 1લી ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિત મહાનગરોના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા લાદવાની શક્યતા ઓછી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2026-27ના ડ્રાફ્ટ બજેટ  લદભગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે ગણતરીના દિવસમાં જાહેર કરવામાં આવશે. જો […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ ફરીવાર ઠંડીનું જોર વધવાની શક્યતા

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code