1. Home
  2. Tag "Gujarati news"

ભારતીય સેનાને ઇન્વાર એન્ટી-ટેન્ક મિસાઇલો મળશે; સંરક્ષણ મંત્રાલયે BDL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: સેનાના T-90 ટેન્ક દુશ્મનો પર વધુ તાકાતથી પ્રહાર કરી શકશે. સંરક્ષણ મંત્રાલયે સેના માટે એન્ટી-ટેન્ક મિસાઇલો ખરીદવા માટે સરકારી માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીના સાઉથ બ્લોક ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને BDL ના પ્રતિનિધિઓ દ્વારા આ કરાર પર […]

રતલામમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના રતલામમાં માર્ગ અકસ્માત થયો, જ્યાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ગાડીએ કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ. ગાડીમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં 15 વર્ષનો બાળક પણ સામેલ છે. આ ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર, આ ઘટના રાવતીથી 10 કિલોમીટર દૂર, માહી […]

સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે

નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે. તેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગની અટકાયત, નિયંત્રણ, વહેલા નિદાન અને સારવારના વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા આજે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઈ છે. યુવાનોમાં વધતા જતા બિનચેપી રોગના જોખમને અટકાવવા અને નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે બિનચેપી રોગની […]

ભારતે, નેપાળ સાથે રેલવે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ (LoE) પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પત્ર જોગબની-બિરાટનગર રેલ લિંક […]

દિલ્હી બ્લાસ્ટ કેસમા સંડોવણી અંતર્ગત અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું

નવી દિલ્હી: એસોસિએશન ઓફ ઓલ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીનું નામ આવતા અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું છે. આજે યુનિવર્સિટીને એક પત્ર જારી કરીને, એસોસિએશને જણાવ્યું હતું કે, મીડિયા અહેવાલો અનુસાર અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવતા આકરા પગલાંના રૂપે તેનું […]

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

નવી દિલ્હી: 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. સંરક્ષણ […]

ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે.આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઊજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ – વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. રોટરી એ […]

ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી

ગાંધીનગરઃ ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.GI ટેગ મળવાથી ‘અંબાજી માર્બલ’નું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. આ નોંધણી Ambaji […]

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝનો આવતીકાલથી પ્રારંભ: પ્રથમ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. આ સિરીઝની શરૂઆતની મેચ ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મુકાબલો બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે. પ્રશંસકોને બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની આશા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા […]

ભારતનું શક્તિચિહ્ન : લદ્દાખમાં તૈયાર થયું દેશનું સૌથી ઊંચું એરબેસ

લદ્દાખ: ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનની સરહદથી અતિ નજીક આવેલ ન્યોમા ખાતે દેશનું સૌથી ઊંચું એરબેસ તૈયાર કરી લીધું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-130J સુપર હરક્યુલિસમાં સવાર થઈને ન્યોમા એરબેસ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ એરબેસ 13,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code