1. Home
  2. Tag "Gujarati Newspaper"

અમારા માટે આતંકી અને તેમના આકા એકસમાનઃ સેના પ્રમુખ દ્રિવેદી

નવી દિલ્હીઃ  ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આતંકવાદ મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમારા માટે આતંકવાદી અને આતંકવાદના આકા એક સમાન છે. જે કોઈ આતંકને પ્રોત્સાહન આપશે, તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર 2 પાકિસ્તાન માટે નવી ચેતવણી છે. “પાણી અને લોહી એક સાથે વહે શકે […]

સાઉદી અરબઃ મક્કાથી મદીના જતા ભારતીય યાત્રીઓની બસમાં લાગી આગ, 42ના મોતની આશંકા

નવી દિલ્હીઃ સાઉદી અરબના મુફરિહત વિસ્તારમાં મક્કાથી મદીના જઈ રહેલી ઉમરા યાત્રીઓની બસ સાથે ડીઝલ ટેન્કર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 42 ભારતીય યાત્રીઓના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ મળી છે. યાત્રીઓ ઊંઘમાં હતા ત્યારે સાઈડથી આવી રહેલા ટેન્કરે બસને જોરદાર ટક્કર મારી હતી. તેમજ તેમાં આગ ભભૂકી ઊઠી હતી. સ્થળ પર સાઉદીની રેસ્ક્યુ […]

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવાઈ, અલ-ફલાદ યુનિ.ના અધ્યને સમન્સ પાઠવવામાં આવ્યું

નવી દિલ્હીઃ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવે વિવિધ રાજ્યોમાં પોતાની તપાસનો વિસ્તાર કરી રહી છે. તપાસ દરમિયાન એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને હરિયાણામાં મહત્વપૂર્ણ પગલાં ભરી તપાસને વધુ વેગ આપી છે.  લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં NIAએ પોતાની તપાસનો વ્યાપ વધારી પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. […]

ઈશા સિંહે ઇજિપ્તમાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

નવી દિલ્હી: ઈશા સિંહે ઇજિપ્તના કાહિરામાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે જ તેમણે પોતાનો પહેલો વ્યક્તિગત વિશ્વ વિજેતા ચંદ્રક પણ હાંસલ કર્યો. ઈશા સિંહના ચંદ્રકથી ભારતે સ્પર્ધામાં 10 ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને એક સુવર્ણ, ચાર રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ભારત કુલ મળીને […]

દક્ષિણ કોરિયાના જીઓજેમાં હનવા મહાસાગરની જહાજ નિર્માણ સુવિધાઓની હરદીપ સિંહ પુરીએ મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દક્ષિણ કોરિયાના જીઓજેમાં હનવા મહાસાગરની જહાજ નિર્માણ સુવિધાઓની મુલાકાત લીધી, જે બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવાના હેતુથી તેમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગ રૂપે છે. આ મુલાકાત ભારતના વ્યાપક દરિયાઈ અમૃત કાલ વિઝન 2047નો એક ભાગ છે, જે રાષ્ટ્રના વાણિજ્યિક કાફલાને વિસ્તૃત કરવા, સ્થાનિક […]

ભાવનગરમાં ગુમ થયેલા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની લાશ દાટી દીધેલી મળી

ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહેતો હતો, વેકેશનમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બાળકો ભાવનગર આવ્યા હતા, સુરત જવા નિકળ્યા બાદ 10 દિવસથી ગુમ હતા ભાવનગરઃ  શહેરમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેશ ખાંભલાના પત્ની નયનાબેન અને દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી  છેલ્લા 10 દિવસથી લાપતા હતા, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની શહેરના […]

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા

નવી દિલ્હી: સુકમા જિલ્લાના ભીજ્જી-ચિંતાગુફા સરહદ પર તુમલપાડ જંગલમાં ડીઆરજી ટીમ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 15 લાખ રૂપિયાના ઈનામી રકમના ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા. આમાં કુખ્યાત જનમિલિટિયા કમાન્ડર અને સ્નાઈપર નિષ્ણાત માધવી દેવાનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્થળ પરથી 303 રાઇફલ્સ, BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર્સ) અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. […]

મધ્યપ્રદેશના સાગરમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર, 25 ઘાયલ, 7 ગંભીર

સાગર: મધ્યપ્રદેશના સાગરમાં એક ઝડપી કાર અચાનક ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં પચીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સાગરના સુલતાનપુર-બેગમગંજ રોડ […]

અમદાવાદમાં SIRના ફોર્મ ભરવા માટે વર્ષ 2002 બાદ સ્થળાંતર થયેલા મતદારોને પડતી મુશ્કેલી

2002ના વર્ષમાં જ્યાં રહેતા હતા તેની મતદાર યાદીની માહિતી માગવામાં આવી છે, BLOને 2002ની સંપૂર્ણ મતદાર યાદી આપવામાં નથી આવી, મતદારોએ જાતે જ 23 વર્ષ પહેલાની મતદાર યાદી શોધવાની છે અમદાવાદઃ શહેર અને જિલ્લામાં હાલ મતદારયાદી સુધારણા (special intensive revision)ની કામગીરી ચાલી રહી છે. અને બીએલઓ પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. પણ મતદાર સુધારણા માટેના […]

GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાનું એક વર્ષ બાદ પણ પરિણામ જાહેર ન કરાતા ઉમેદવારોમાં રોષ

GPSC દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે તેની કોઈ જ સ્પષ્ટતા કરાતી નથી, GPSCની મેઈન પરીક્ષાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે, ઉમેદવારો પરિણામ અંગે પૂછતાછ કરે ત્યારે વેબસાઈટ જોતા રહેવાનું કહેવામાં આવે છે ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)  દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code