1. Home
  2. Tag "Gujarati Report"

તેલંગાણામાં માઓવાદી સંગઠનને મોટો ઝટકો, આઠ લોકોએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: તેલંગાણા માઓવાદી સંગઠનને વધુ એક મોટો ઝટકો આપતા, રાજ્ય સમિતિના બે ટોચના નેતાઓ સહિત આઠ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ સૂત્રો અનુસાર આ બધા માઓવાદીઓએ બે દિવસ પહેલા ગુપ્ત રીતે આત્મસમર્પણ કર્યું હતું. સોમવારે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. BKSR ડિવિઝન કમિટીના સેક્રેટરીએ […]

ભાજપે પૂર્વ મંત્રી આરકે સિંહને પક્ષ વિરોધી નિવેદનો આપવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

પટના: બિહાર ચૂંટણી પરિણામો પછી તરત જ, ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પગલું ભર્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આરકે સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. પાર્ટીએ એક સત્તાવાર પત્ર જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે સિંહના સતત વિવાદાસ્પદ અને પાર્ટી-લાઇનથી આગળના નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી જરૂરી બની ગઈ છે. આરકે સિંહ ઘણા દિવસોથી એનડીએ નેતૃત્વ, […]

રાજકોટમાં ખૂની ખેલ: પત્નીને ગોળી મારી પતિએ કર્યો આપઘાત

રાજકોટઃ શહેરના જામનગર રોડ વિસ્તારમાં પતિએ પત્ની ઉપર ગોળીબાર કર્યા બાદ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવમાં પતિનું મોત થયું છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત […]

અમેરિકામાં વધતી મોંઘવારી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, ફૂડ પ્રોડક્ટ્સ પરનો ભારે ટેરિફ પાછો ખેંચાયો

અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રોસરીથી લઈ રોજિંદા ઉપયોગની ખાદ્ય વસ્તુઓ સુધી દરેક ક્ષેત્રમાં કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું રાજકીય તેમજ આર્થિક નિર્ણયો કરતાં અનેક ફૂડ આઇટમ્સ પર લાગુ કરાયેલા ઇમ્પોર્ટ ટેરિફ પાછા ખેંચી લીધા છે. આ પગલું ગ્રાહકોને […]

અમદાવાદના સિંધુભવન રોડ પર કારચાલકનો કહેર, 2 હોમગાર્ડ સહિત 5 લોકો અડફેટે લીધા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતે ફરી એક વાર નબીરાઓની બેફામગીરીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અર્બન ચોક પાસે ફુલ સ્પીડમાં દોડતી કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. સદ નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અર્બન ચોક સામે […]

એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ: ભારતે પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય પુરુષોની રિકર્વ ટીમે એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 2007 પછી ચેમ્પિયનશિપમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. મેચમાં, યશદીપ સંજય ભોગે, અતનુ દાસ અને રાહુલની બનેલી ભારતીય ટીમે શૂટ-ઓફમાં 5-4 ના નાના માર્જિનથી જીત મેળવી. બંને ટીમોએ 29-29 પોઈન્ટ બનાવ્યા, પરંતુ રાહુલનો તીર સૌથી […]

ઝારખંડના સ્થાપના દિવસઃ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઝારખંડવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ ભારતના 15 નવેમ્બર, 2000ના રોજ સ્થાપિત થયેલા રાજ્ય ઝારખંડે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરીને રજત જયંતિની ઉજવણી કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે. ત્રણેય મહાનુભાવોએ રાજ્યની સતત પ્રગતિ અને તેના તમામ રહેવાસીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની કામના […]

ભારતીય સેનાએ હિમાલયના 16,000 ફૂટની ઊંચાઈએ હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવી

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ હિમાલયના હજારો ફૂટ ઊંચા,બર્ફીલા અને મુશ્કેલ પ્રદેશોમાં સૈન્ય પુરવઠાની સમસ્યા હલ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ નવીનતા દર્શાવી છે. આર્મીના ગજરાજ કોર્પ્સ દ્વારા 16,000 ફૂટની ઊંચાઈ પર કાર્યરત થઈ શકે તેવી સ્વદેશી હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ ખાસ કરીને કામેંગ હિમાલય જેવા વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ અને અણધારી હવામાનને કારણે […]

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, ઇન્સ્પેક્ટર સહિત 10નાં મોત

શ્રીનગરઃ દિલ્હી વિસ્ફોટની તપાસ હજુ ચાલુ જ છે દરમિયાન મોડીરાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ અંદાજે પાંચ કિલોમીટર સુધી સાંભળાયો હતો. ઘટનામાં અત્યાર સુધી ઇન્સ્પેક્ટર સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી દીધી છે. […]

જામનગરઃ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળાના આરંભ સાથે વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

ગુજરાતના જામનગર નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય શિયાળાની શરૂઆત થતાં જ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને હજારો પક્ષીઓના કલરવથી આ જગ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે. જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર અને લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યની વિશેષતા તેના મીઠા પાણીના સરોવર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code