1. Home
  2. Tag "Gujarati Report"

આસિયાન: મલેશિયા, ફિલિપાઇન્સ અને કંબોડિયાએ ભારતને મહાશક્તિ ગણાવ્યું

આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સામેલ દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે ભારતની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી અને સંરક્ષણ સહયોગ વધારવાની માંગ કરી. મલેશિયા, ફિલિપાઇન્સ અને કંબોડિયાએ ભારતને મહાશક્તિ ગણાવ્યું. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે બે નવી પહેલોની જાહેરાત કરી. આ દેશોએ આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગ, સાયબર સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન અને પ્રથમ પ્રતિસાદ આપનારની ભૂમિકા માટે ભારતની […]

મેલિસા વાવાઝોડુ : જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકો પ્રભાવિત થયા

વાવાઝોડા મેલિસા પછી, સંયુક્ત રાષ્ટ્ર અને તેના સહયોગીઓ – OCHA, FAO, યુનિસેફ, વગેરે – જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી અને સહાય પૂરી પાડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. ક્યુબામાં ભારે વિનાશ થયો છે, અને હૈતીમાં સંકટ વધુ ગંભીર છે. આંતરરાષ્ટ્રીય સહયોગને જીવનરેખા ગણાવતા, UN ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં આશ્રય, ભોજન, જરૂરી […]

સિદ્ધપુરના કારતકના મેળાની તડામાર તૈયારીઓ, નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગાંધીનગરઃ સિદ્ધપુરના કારતકના મેળામાં નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ વ્યકિતએ નિયત કરેલ જગ્યા સિવાય સંડાસ, પેશાબ કરવા નહીં. ગંધાતા, વાસી, ઉતરી ગયેલા અથવા માનવ ખાધ માટે ઉપયોગમાં ન આવે તેવા ફળફળાદી પીણાં, ખોરાક કોઈ વેચવા માટે રાખવો નહીં. ખાનપાનની દુકાનોની હોટલો, રેસ્ટોરન્ટ તથા ફળફળાદીની દુકાનો તથા મનોરંજનના સ્થળોએ એસઆઈ સૂચના આપે તેનો […]

અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર નંબર વન બેટ્સમેન બન્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ 31 ઓક્ટોબર 2025 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં, ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 37 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં તેણે 8 શાનદાર ચોગ્ગા અને 2 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા. આ સાથે અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

આધાર કાર્ડને લઈને બદલાયા નિયમો, ચૂકવવામાં આવતી ફીને લઈને પણ થયા ફેરફારો

નવા મહિનાની શરૂઆત સાથે જ ભારતીય નાગરિકોની ઓળખ સાથે જોડાયેલા સરકારી દસ્તાવેજ આધાર કાર્ડને લઈને પણ નિયમો બદલાઈ ગયા છે. નિયમોમાં નવા ફેરફાર સાથે હવે આધાર કાર્ડધારકને આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર માટે આધાર કાર્ડ સેન્ટર જવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ અનુસાર, યુઝર્સ માટે પ્રક્રિયાને સરળ અને સહજ બનાવવા માટે હવે આધાર કાર્ડધારકની […]

ઊંઘની અછતથી વધે છે ડિપ્રેશન અને હૃદયરોગનો ખતરો

ઊંઘ માનવજીવનની એક એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર પોતાને રિપેર કરે છે અને મગજ આખા દિવસની થાકમાંથી આરામ મેળવે છે. પૂરતી ઊંઘ હોર્મોનલ સંતુલન જાળવે છે, જેના કારણે મૂડ, એકાગ્રતા અને ઊર્જા સ્તર સ્થિર રહે છે. પરંતુ જો ઊંઘ અધૂરી રહે, તો શરીરમાં […]

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ બહારના લોકો દ્વારા 130 કરોડથી વધુની જમીન ખરીદી

ઓગસ્ટ 2019માં કલમ 370 રદ્દ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો હવે જમીન ખરીદી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં અન્ય રાજ્યના કુલ 631 નાગરિકોએ 130 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન ખરીદી છે. ધારાસભ્ય શેખ એહસાન અહમદના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે જમ્મુ વિભાગમાં 378 લોકોએ લગભગ 212 કનાલ […]

શિયાળામાં બદામ અને અખરોટ આરોગ્ય માટે ઉત્તમ

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુકા મેવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બદામ અને અખરોટ, બંને જ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર નટ્સ છે, જેને તબીબો અને પોષણ નિષ્ણાતો શિયાળામાં નિયમિત રીતે ખાવાની સલાહ આપે છે. બન્ને નટ્સની તાસીર ગરમ હોય છે, એટલે શરીરને આંતરિક ગરમી પૂરી પાડે છે અને […]

કાશી ઉપરાંત આ સ્થળો ઉપર દેવ દિવાળીની કરાય છે ધામધૂમથી ઉજવણી

દેવ દિવાળી, જેને દેવતાઓની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રકાશ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલો એવો તહેવાર છે જે ગંગા તટની કાશી નગરીમાં ભવ્ય શ્રદ્ધા સાથે ઉજવાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ પર્વની માન્યતા છે કે આ દિવસે સ્વયં દેવતાઓ પૃથ્વી પર આવીને ગંગાસ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની આરાધના માટે દીપ પ્રગટાવે […]

પ્રધાનમંત્રીએ લખનઉને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરવા બદલ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉને યુનેસ્કો દ્વારા પાક કલાનું સર્જનાત્મક શહેર જાહેર કરવામાં આવતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે લખનઉ એક જીવંત સંસ્કૃતિનો પર્યાય છે, જેના હૃદયમાં તેની સમૃદ્ધ રાંધણ પરંપરા છે. તેમણે કહ્યું કે યુનેસ્કો દ્વારા માન્યતા શહેરના આ અનોખા પાસાને ઉજાગર કરે છે અને વિશ્વભરના લોકોને લખનઉની મુલાકાત લેવા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code