1. Home
  2. Tag "Gujarati Samac ar"

સુરત એરપોર્ટ પરથી દૂબઈથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી 28 કિલો સોનું પકડાયું

CISF વિજિલન્સ ટીમના સભ્યોએ બે પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ લાગતા તલાશી લીધી, શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી સુરતઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થયા બાદ દૂબઈથી સસ્તાદરે સોનું ખરીદીને દાણચોરીથી સોનું ઘૂંસાડવાના બનાવો વધા રહ્યા છે. દૂબઈથી આવતા કેટલાક પ્રવાસીઓ વિવિધ કરકીબો અપનાવીને […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ મેરીટ યાદીમાં 41989 વિદ્યાર્થીઓનો સમાવેશ

મેરીટ યાદીમાં અગાઉના નોંધાયેલા અને પૂરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ સમાવાયા, 24મી સુધી ચોઈસ ફીલિંગ અને 26મીએ સેકન્ડ રાઉન્ડ પરિણામ, 30મી જુલાઈએ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાશે અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ માટે પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડની પ્રવેશની કાર્યવાહી બાદ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ ડિગ્રી […]

આધાર સાથે પાનકાર્ડ લીંન્ક કરવાની મુદતમાં વધારો, હવે 30મી સપ્ટેમ્બર સુધીની મુદત

બંને કાર્ડ લિન્ક ન હોય તો વધુ ટીડીએસ-ટીસીએસ કપાઈ જતો હતો, આ નિર્ણયથી અનેક ડિડક્ટર્સ અને ટેક્સપેયર્સને નોટિસથી છૂટકારો મળશે, બે મહિના અંદર પાનકાર્ડ ફરીથી સક્રિય થાય તો પણ વધુ દર લાગુ નહીં થાય.  અમદાવાદઃ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક કરવું ફરજિયાત છે. છતાં હજુ ઘણાબધા પાનકાર્ડ ધારકોએ આધારકાર્ડ સાથે લિન્ક કર્યું નથી. ત્યારે આવકવેરા વિભાગે […]

ગુજરાતમાં બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં જળબંબાકાર

આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 54.14 ટકા નોંધાયો, આજે 33 જિલ્લામાં યલો એલર્ટ અપાયુ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના જલાલપોરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતાય જ્યારે નવસારી, ગણદેવી, સુરતના મહુવા, પલસાણા, વડોદરાના કરજણ, સહિત 47 […]

વંદે સોમનાથ કલા મહોત્સવ, ભરત નાટ્યમ, કથક, હુડો, રાહડા સહિત નૃત્યો પ્રસ્તુત કરાયા

સોમનાથ ટ્રસ્ટ, પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન, સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા કલાકરોનું સન્માન કરી પ્રસાદ અર્પણ કરાયો, શ્રાવણ માસમાં દરેક સોમવારે કલાકારો મહાદેવજીને અનોખી આરાધના કરશે વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા “વંદે સોમનાથ” ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી […]

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે

તા.26જુલાઇથી 23 દિવસ સુધી મોન્સુન ફેસ્ટીવલ યોજાશે, પ્રથમદિવસે  ગુજરાત સહિત 13 રાજ્યોના 254 કલાકારો દ્વારા ‘ભવ્ય કાર્નિવલ પરેડ‘ યોજાશે ગુજરાતનાખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું  ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ‘ પ્રસ્તુતી રજૂ કરશે ગાંધીનગરઃ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 26 જુલાઈના રોજ સવારે 09 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ  આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ  ખાસ ઉપસ્થિત રહેશે. આગામી તા.26 જુલાઇથી 17 ઓગસ્ટ 2025 એમ કુલ 23 દિવસ સુધી યોજાનાર […]

વિશ્વની તમામ ભયાનક સમસ્યાઓ અને સંઘર્ષોનું અસરકારક સમાધાન વેદોમાં છે : રાજ્યપાલ

દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ ઊજવણી, જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરાયુ, વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેઃ રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની […]

અમદાવાદમાં જોધપુર અને ઘાટલોડિયામાં બાલ્કની અને સ્લેબ તૂટી પડ્યાના બે બનાવ

બાલ્કની અને સ્લેબ તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં, ઘાટલોડિયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો મકાનના એક સ્લેબનો ભાગ ધરાશાયી થયો, જોધપુર વિસ્તારમાં સૂર્ય સાગર ફ્લેટની બાલકનીનો ભાગ ધરાશાયી થયો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે શહેરના જોધપુર અને ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષો જૂના મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આજે […]

સુરતના ડૂમસના દરિયા કિનારે કાર રેતીમાં ફસાઈ અને મોજુ આવતા ડૂબવા લાગી

યુવાનો મર્સિડીઝ કારને ગરિયા કિનારે ઉતારીને સ્ટંટ કરતા હતા, પાણી અને રેતીમાં ફસાઈ જતાં કાર અડધી ગરકાવ થઈ ગઈ, સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી સુરતઃ શહેર નજીક આવેલા ડુમસ દરિયા કિનારે કેટલાક યુવાનો મર્સિડીઝ કારને રેતીમાં ઉતારીને સ્ટંટ કરતા કાર રેતીમાં ફસાય જાય છે. તે દરમિયાન મોજુ આવતા કાર ડૂબવા લાગે […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 28 ડેમ છલકાયાં, 46 ડેમ હાઈએલર્ટ પર

207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર, સરદાર સરોવર ડેમ 78 ટકા ભરાયો, 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 38 જળાશયો અમદાવાદઃ રાજ્યમાં અષાઢ મહિનો વર્ષાથી ભરપૂર રહ્યો છે. રાજ્યમાં 53.39 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 63.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.48 ટકા,  મધ્ય ગુજરાતમાં 50.06 ટકા, સૌરાષ્ટ્રમાં 52.66 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 56.32 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code