1. Home
  2. Tag "Gujarati Samac ar"

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 સફાઈ કામદારોને બે મહિનાથી પગાર મળ્યો નથી

કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પગારથી વચિંત રહેતા મુશ્કેલીમાં મુકાયા, મ્યુનિના અધિકારીઓએ કોન્ટ્રારટરની જવાબદારી હોવાનું કહીને હાથ ઊચા કરી દીધા, સફાઈ કામદારો હડતાળ પાડશે સુરેન્દ્રનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પણ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ચૂંકવવામાં આવ્યો નથી.તેથી 300થી વધુ સફાઈ કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈ કામદારોને […]

ધરોઈ ડેમ 70 ટકા ભરાયો, 1લી ઓગસ્ટ સુધીમાં ડેમની સપાટી 618 ફુટને વટાવશે

6 વર્ષમાં પ્રથમવાર 15 જુલાઇ પહેલાં ધરોઇ ડેમ 70% ભરાયો, નદીના ઉપરવાસમાં વરસાદને લીધે ડેમમાં પાણીની આવક ચાલુ, 1લી ઓગસ્ટ સુધીમાં સપાટી 618 ફૂટ પાર પહોચવાની શક્યતા મહેસાણાઃ સાબરમતી નદી પરના ધરોઈ ડેમની જળસપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ધરોઇ ડેમમાં ગત 21 જૂને 601.7 ફૂટ સાથે 38.07% જળસંગ્રહ હતું, ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે […]

પાટનગર ગાંધીનગરના 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત બનતા મરામતનું કામો હાથ ધરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પ્રથમ વરસાદથી રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. રોડ પરના ખાડાઓ પડ્યાની અને રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત હોવાનો અહેવાલ મળતા મુખ્યમંત્રીના આદેશથી રોડ મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવ્યા છે. પાટનગર ગાંધીનગરમાં રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા […]

માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા નવરાત્રી પછી અને દિવાળી વેકેશન પહેલા યોજવા માગ

પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓની પરીક્ષા નવરાત્રી બાદ યોજવી જોઈએ, આચાર્ય સંઘ દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને રજુઆત કરાઈ, આ વખતે ખૂબ જ વહેલી પરીક્ષા યોજાવાની હોવાથી અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ અમદાવાદઃ નવા શૈક્ષણિક કલેન્ડરમાં માધ્યમિક શાળાઓની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી યોજાશે. એટલે કે, પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્યના માત્ર 76 દિવસ જ મળે છે. એટલે અભ્યાસક્રમ […]

પાલિતાણામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવા છતાંયે મરામત કરાતા નથી. રોડ પર પડેલા ખાંડાઓમાં વરસાદી પાણી ભરાયા, કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં સાફ-સફાઈનો અભાવ, રોડ પર ઊભરાતી ગટરો, રોડ-રસ્તાઓની કંડમ હાલત અને પીવા માટે દૂષિત પાણી મળતુ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલિકાના સત્તાધિશોને નાગરિકોએ અનેકવાર રજુઆતો […]

દૂબઈથી 1.81 કરોડનો ગોલ્ડ પાવડરની તસ્કરી કરીને જતાં 3 આરોપી મુદ્દામાલ સાથે પકડાયા

મંજુસર પોલીસે બાતમીને આધારે વોચ રાખી હતી, કલાલી-બિલ રોડનો અશોક પ્રજાપતિ દુબઈથી સોનાની તસ્કરી કરાવતો હતો, દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી દારૂ, ઈ-સિગારેટ પણ મળી વડોદરાઃ સોનાના ભાવમાં વધારો થતાં જ સોનાની દાણચોરી પણ વધી રહી છે. ખાસ કરીને ટેક્સ ફ્રી ગણાતા દૂંબઈથી સોનાની ખરીદી કરીને ભારતમાં ઘૂંસાડવામાં આવતું હોય છે. ત્યારે કસ્ટમ વિભાગની […]

પીઆઈની જેમ કમરે રિવોલ્વર લટકાવીને રોલો પાડનારા ફેક લાયસન્સધારી 7 આરોપી પકડાયા

UID નંબરમાં છેડછાડ કરી UPથી 5-7 લાખમાં લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા, ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, હથિયારના ફેક લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ મણીપુર, મીઝોરમ અને સિક્કીમ સહિતના રાજ્યોના રહીશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત શહેરોમાં ઘણા લોકોએ બહારના […]

ગુજરાતમાં 15 સ્થળોએ આવકવેરાના દરોડા, TDS અને કર માફીનો લાભ લેનારા સામે કાર્યવાહી

ITR ફાઈલમાં ખોટી માહિતી જાહેર કર્યાનો ઘટસ્ફોટ, TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવાતો હતો, ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ અમદાવાદઃ કરદાતાઓ ઘણીવાર ટેક્સ બચાવવા માટે ફેક દસ્તાવેજો રજૂ કરીને ટેક્સ બેનિફિટ મેળવી લેતા હોય છે. તેમજ ખોટી રીતે TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના […]

ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજા સામેનો પાસાનો હુક્મ રદ કરાતા જેલમુક્ત થશે

મંદિરની આરતીના વિવાદમાં ગઈ તા.5મી જુલાઈએ પાસામાં ધરપકડ થઈ હતી, જાડેજાની ધરપકડના વિરોધ ક્ષત્રિય સમાજમાંથી ભારે વિરોધ ઊઠ્યો હતો, સરકાર પર દબાણ આવતા પાસાનો હુક્મ રિવોક કરાયો અમદાવાદઃ રાજકોટના એક મંદિરમાં મહાઆરતીના મુદ્દે એક કારખાનેદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજા વચ્ચે માથાકૂટ થઈ હતી. આવા સામાન્ય બનાવમાં રાજકોટ પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પી […]

બુદ્ધિનું પ્રદર્શન, રેસ્ક્યુના વાહનો પાર્ક કરેલા હતા ને તૂટી ગયેલા ગંભીરા બ્રિજ પર દીવાલ ચણી દીધી

ગાંધીનગરથી સુચના મળતા જ ઈજનેરે બ્રિજ પર તાત્કાલિક વોલ બનાવવા ઓર્ડર આપ્યો, રાતના સમયે બ્રિજ પર રેસ્ક્યુના પાર્ક કરેલા વાહનો જોયા છતાંયે દીવાલ બનાવી, હવે વાહનોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડશે વડોદરાઃ તાજેતરમાં પાદરા નજીક હાઈવે પરના મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code