1. Home
  2. Tag "Gujarati samachar"

દક્ષિણ આફ્રિકામાં હિન્દુ મંદિર ધરાશાયી, ભારતીય મૂળના એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળનું હિન્દુ મંદિર ધરાશાયી થયું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં ભારતીય મૂળનો 52 વર્ષનો વ્યક્તિ પણ શામેલ છે. ઇથેક્વિનીની ઉત્તરે રેડક્લિફમાં એક ઢાળવાળી ટેકરી પર બનેલ ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેક્શનનું વિસ્તરણ થઈ રહ્યું હતું ત્યારે […]

મહારાષ્ટ્રમાં ત્રણ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, પોલીસ સમક્ષ હથિયારો મૂક્યા

નવી દિલ્હી: પૂર્વ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં શનિવારે ત્રણ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમના પર 20 લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. આ પહેલા 28 નવેમ્બરના રોજ, માઓવાદીઓની સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય વિકાસ ઉર્ફે રમેશ સયાના ભાસ્કર અને અન્ય દસ નક્સલીઓએ ગોંડિયા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રોશન પર 8 લાખ રૂપિયાનું ઈનામ હતું, […]

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોનથી કારને નિશાન બનાવી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરની હત્યા કરી છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝામાં એક શક્તિશાળી વિસ્ફોટમાં હમાસના ટોચના કમાન્ડર રૈદ સઈદનું મોત થયું છે. જોકે, હમાસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. હમાસના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના નબુલસી જંકશન નજીક એક ઇઝરાયલી ડ્રોને એક નાગરિક વાહનને નિશાન બનાવ્યું હતું. […]

ધર્મશાળામાં આજે ભારત- અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી- 20 મેચનો મુકાબલો

નવી દિલ્હી: ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનઉમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને UPSC અને GPSCના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગ, સમાજ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી યુપીએસસી અને જીપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર કરી શકે તેમજ કારકિર્દી માર્ગદશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગિય વડા ડો. હિતેશ આર પટેલ. ડો, રંજના ધોળકિયા તેમજ ગેસ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહીને નિવૃત પોલીસ અધિકારી તરૂણ બારોટ અને રજની ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન […]

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

નવી દિલ્હી: વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અભય સિંહે ઇજિપ્તના આદમ હવાલને હરાવ્યો હતો. આ અગાઉ અન્ય એક સેમિફાઇનલમાં હોંગકોંગે […]

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી

નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. તેણીએ ગુરુવારે સોશિયલ મીડિયા સંદેશ દ્વારા પોતાની વાપસીની જાહેરાત કરી. તેઓ ચોથી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. સુશ્રી ફોગાટે કહ્યું કે તેણીએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા વિનેશ ફોગાટે લખ્યું […]

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બેના મોત- અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી: અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીએ એલર્ટ જારી કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્થળાંતર કરવા જણાવ્યું છે. ગોળીબાર બારુસ અને હોલી બિલ્ડીંગ પાસે થયો હતો, જ્યાં યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગો આવેલા છે. ગોળીબાર સમયે પરીક્ષાઓ ચાલી રહી હતી.

ઈરાનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ

નવી દિલ્હી: ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ કરી છે. તેમના પેરિસ સ્થિત ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેમને માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીના સ્મૃતિ સમારોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, સમર્થકો મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે 53 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતાને ડિસેમ્બર 2024 માં નાદુરસ્ત તબિયતને કારણે રજા […]

બેલારુસે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બાયlલિયાત્સકી સહિત 123 કેદીઓને મુક્ત કર્યા

નવી દિલ્હી: બેલારુસે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બાયlલિયાત્સકી સહિત 123 કેદીઓને મુક્ત કર્યા છે. વિપક્ષી નેતાઓ મારિયા કોલેસ્નિકોવા અને વિક્ટર બાબરિકાનો પણ તેમાં સામેલ છે. ખાતર નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે અમેરિકા સાથે થયેલા કરાર બાદ આ મુક્તિ થઈ છે. બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોને રશિયાના નજીકના માનવામાં આવે છે અને તેઓ ત્રણ દાયકાથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code