1. Home
  2. Tag "GUJARATINEWS"

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

વાવાઝોડાના સંકટનો સામનો કરતા શ્રીલંકાને પાકિસ્તાને સહાયના નામે એક્સપાયરી વસ્તુઓ મોકલી

સાયક્લોન દિત્વાહથી ભારે નુકસાન વેઠી રહેલા શ્રીલંકામાં માનવીય સંકટ વધુ ગંભીર બન્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલી રાહત સામગ્રી પર મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. સ્થાનિક રાજકીય પક્ષો અને સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન દ્વારા મોકલાયેલી માનવીય મદદમાં મોટા પ્રમાણમાં એક્સપાયરી માલ સામેલ હતું. શ્રીલંકાના વિરોધ પક્ષો અને સ્થાનિક […]

દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ હમાસની જેમ ડ્રોન હુમલાની ફિરાકમાં હતા, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. હવે NIAને તપાસ દરમિયાન એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. મુખ્ય આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશના ફોનમાંથી ડિલિટ હિસ્ટ્રી રિકવર કરતા અનેક […]

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી બનાવાઈ વધુ તેજ, 49ને ડિપોર્ટ કરાયા

પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

રોહિંગ્યા મામલે સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, ઘુસણખોરો માટે રેડ કાર્પેટ પાથરવા માંગો છો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે રોહિંગ્યા શરણાર્થીઓના કેટલાક લોકો લાપતા હોવા અંગે દાખલ થયેલી જનહિતની અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાની માંગને ફગાવી હતી. અરજીમાં કેન્દ્રને આ મામલે તપાસ અને કાર્યવાહી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન […]

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો: દિલ્હી-યુપીમાં ગાઢ ધમ્મુસ, ઝારખંડમાં શીતલહેરનું એલર્ટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શિયાળાનો અસરકારક પ્રભાવ દેખાઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો તીવ્ર અનુભવ થવા લાગ્યો છે. દિવસ દરમિયાન તડકો નીકળતાં થોડી રાહત મળતી હોવા છતાં, શહેરનું ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજીટ સુધી ઉતરી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના મોટાભાગના […]

સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્‍દ્રીય ઉત્‍પાદ શુલ્‍ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. […]

હવે મોબાઈલ ફોનમાં સિમકાર્ડ વગર નહીં ચાલે મેસેજિંગ એપ્સ, સરકારે લાગુ કર્યા નવા નિયમો

નવી દિલ્હીઃ દેશની સાયબર સુરક્ષા વધારે કડક બનાવવા માટે કેન્દ્રીય સરકારે મેસેજિંગ એપ્સ પર અત્યાર સુધીનો સૌથી કડક નિયમ લાગુ કર્યો છે. ટેલિકોમ વિભાગ (DoT)એ જાહેર કર્યું છે કે હવે કોઈપણ મેસેજિંગ એપ SIM વગર ફોનમાં ચલાવી શકાશે નહીં. એટલે કે, એપ જે મોબાઇલ નંબરથી રજિસ્ટર છે, એ જ SIM સતત ફોનમાં હોવુ ફરજિયાત રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code