1. Home
  2. Tag "GujaratNews"

ISRO ના મિશન અન્વેષાને ઝટકો: લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

શ્રીહરિકોટા, 12 જાન્યુઆરી 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026 ની શરૂઆત આઘાતજનક રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV C-62 મિશન અંતિમ ક્ષણોમાં મળેલી ટેકનિકલ ક્ષતિને કારણે નિષ્ફળ રહ્યું છે. આ મિશન દ્વારા ભારતનો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (અન્વેષા) અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કાના અંતે […]

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું

ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ ગાંધીનગર, 5 જાન્યુઆરી 2026: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]

વાસદ-બગોદરા હાઈવે અકસ્માત: કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં વેપારીનું મોત

બોરસદ, 27 ડિસેમ્બર 2025 : વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર બોદાલ ગામની સીમમાં ગતરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કાર ચાલક યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેમના […]

31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી

અમદાવાદ, 27 ડિસેમ્બર 2025 : નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી શહેરીજનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરના હૃદય સમાન […]

ચાઈનીઝ દોરી વેચનારા સામે રહેમ ન રાખવા સરકારને હાઈકોર્ટનું ફરમાન

અમદાવાદ, 26 ડિસેમ્બર 2025 : ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલના વેચાણ પર અંકુશ મેળવવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અત્યંત કડક નિર્દેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિર્દોષ નાગરિકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકનારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનારા તત્વો સામે કોઈપણ જાતની રહેમ રાખ્યા વગર […]

મહેસાણા: સ્કૂલમાં ભોજન બાદ 20 વિદ્યાર્થીઓની તબિયત લથડી

મહેસાણા, 26 ડિસેમ્બર 2025: જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક ઝાડા, ઉલ્ટી અને ગભરામણ જેવી તકલીફો શરૂ થતા શાળા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભોજન બાદ તબિયત બગડી મળતી માહિતી મુજબ, ગોરિયાપુર […]

લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડ પડાવનાર ગેંગ પર EDની ત્રાટક: એક મહિલાની ધરપકડ

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: મની લોન્ડરિંગના કેસોમાં કડક કાર્યવાહી કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની જાલંધર ઝોનલ ટીમે લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામ સહિત 11 સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલી રૂમી કલિતા નામની મહિલાની […]

સરહદો સુરક્ષિત: ભારત-પાક. સરહદે 93 ટકા તથા બાંગ્લાદેશ સરહદે 79 ટકા ફેન્સિંગનું કામ પૂર્ણ

નવી દિલ્હી: દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદના 93 ટકાથી વધુ હિસ્સામાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સંસદમાં આ મહત્વની જાણકારી આપતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, આ જ રીતે બાંગ્લાદેશ સરહદે પણ અંદાજે 79 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code