1. Home
  2. Tag "Hamas"

ઇઝારાયેલના હુમલામાં માર્યો ગયો હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા, IRGCએ કરી પુષ્ટિ

હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે. IRGCએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમના ઘરને નિશાન બનાવી કરવામાં આવેલી એક સ્ટ્રાઇકમાં તેમનું મોત થયું. ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલે એક હુમલામાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારી દીધો છે.. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ એક […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ઇજિપ્તમાં નવી મંત્રણા માટે તૈયાર

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છ મહિનાના સંઘર્ષમાં સંભવિત યુદ્ધવિરામ પર નવી વાટાઘાટો માટે એક ટીમ ઇજિપ્ત મોકલી છે. ઇઝરાયેલ વર્ષની શરૂઆતથી ગાઝામાં સૈનિકો ઉતારી રહ્યું છે અને માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તેના સાથી યુ.એસ.ના વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. સૈન્ય પ્રવક્તાએ સૈનિકો પાછા ખેંચવાના કારણો અથવા તેમાં સામેલ સંખ્યા વિશે વિગતો આપી ન હતી, […]

અચાનક ગાઝા પટ્ટીથી સેનાને પાછી કેમ બોલાવી રહ્યું છે ઈઝરાયલ? IDF કમાન્ડરે જણાવ્યો નવો પ્લાન, ઈરાન સાથે યુદ્ધ પર પણ કરી ટીપ્પણી

તેલ અવીવ: ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચેના યુદ્ધને 6 માસ પસાર થઈ ચુક્યા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલામાં લગભગ 33 હજાર પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યા છે. ઈઝરાયલની સેનાએ રવિવારે આનું એલાન કર્યું છે કે તેણે દક્ષિણી ગાઝાના શહેર ખાન યૂનિસથી પોતાની સેના પાછી બોલાવી લીધી છે. અધિકારીઓનું કહેવું […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

ઈઝરાયલી સેનાએ પળવારમાં ગાઝાની યુનિવર્સિટીને રાખના ઢગલામાં તબ્દીલ કરી, અમેરિકા થયું નારાજ

તેલઅવીવ: ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પેલેસ્ટાઈનની એક યૂનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવામાં આવી છે. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યૂનિવર્સિટીના મુખ્ય કેમ્પસને એક જ ઝાટકામાં બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે. શાંત અને ખાલી પડેલા કેમ્પસમાં વિસ્ફોટ થાય […]

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફ્રાન્સ અને કતારે કરાવી સમજૂતી

નવી દિલ્હીઃ ફ્રાન્સ અને કતારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મોટી સમજૂતી કરાવી છે. આ સમજૂતી હેઠળ પેલેસ્ટિનિયન વિસ્તારોમાં નાગરિકોને માનવતાવાદી સહાયના બદલામાં ગાઝામાં આશરે 45 ઇઝરાયેલી બંધકો માટે દવાઓ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. રાફા બોર્ડર પાર લઈ જવામાં આવે તે પહેલા કતારથી ઇજિપ્ત માટે સહાય રવાના થશે. કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, […]

લેબનાન: વિસ્ફોટમાં હમાસના ટોચના અધિકારી સાલેહ અરૌરીનું મોત

નવી દિલ્હીઃ લેબનાનના દક્ષિણ બેરૂતના ઉપનગરમાં એક વિસ્ફોટમાં હમાસના ટોચના અધિકારી સાલેહ અરૌરીનું મોત થયું છે. જેની પુષ્ટિ લેબનાનના હિજબુલ્લા સમૂહના ટેલિવિઝન સ્ટેશને કરી છે. હમાસની સૈન્ય શાખાના સ્થાપકોમાંના એક એવા સાલેહ અરૌરીએ વેસ્ટ બેન્કમાં સમૂહનું નેતૃત્વ કર્યું હતું. 7 ઑક્ટોબરે હમાસ-ઈઝરાયેલનું યુદ્ધ શરૂ થવા પહેલાં ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહુએ અરૌરીને મારી નાખવાની ધમકી આપી […]

હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ઈઝરાયલની સેનાએ ધરપકડ કરી

નવી દિલ્હીઃ ઇઝરાયેલે કહ્યું કે તેણે પાછલા અઠવાડિયામાં હમાસ અને ઇસ્લામિક જેહાદ જૂથોના 200 સભ્યોની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે તેમને તેના પ્રદેશમાં લઈ જવામાં આવ્યા છે. એક નિવેદનમાં, તેણે જણાવ્યું હતું કે કેટલાક શંકાસ્પદ નાગરિક વસ્તી વચ્ચે છૂપાયેલા હતા અને સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું. ઇઝરાયેલે વધુમાં કહ્યું કે તેણે હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય […]

ઈઝરાયલ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.  ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code