તમારી પ્રામાણિકતા વિશે શંકા; ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર HCની મોટી ટિપ્પણી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકાર પર મોટી ટિપ્પણી કરી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના 14 રિપોર્ટ વિધાનસભામાં રજૂ ન કરવા પર હાઈકોર્ટે સરકારની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરી છે. કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે કેગના બે રિપોર્ટ મીડિયામાં લીક થયા છે. જેમાં સીએમના બંગલા પર કરોડો રૂપિયાનો […]