1. Home
  2. Tag "heavy rain"

સાયક્લોનિક સરક્યુલેશનને લીધે ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસરને કારણે આગામી તા.18મીને મંગળવારથી કેટલાક દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી  અતિભારે વરસાદની વકી છે. 48 કલાકમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે તા. 18, 19, 20 અને 21મીએ ભારેથી અતિભારે […]

દિલ્હી-NCRમાં ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ

દિલ્હી:ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. દિલ્હી-NCRમાં સતત મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારે MCD, સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

ગુજરાતમાં સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી, તંત્ર બન્યું એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ છે, અને સોમવારથી અષાઢ મહિનાનો પ્રારંભ સાથે જ ગુજરાતના 12 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડું આફત વરસાવીને સમી ગયુ […]

દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને એલર્ટ,આ સ્થળોએ ભારે વરસાદની આશંકા

દિલ્હી : ભારત આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક ભાગોમાં હીટવેવ પ્રવર્તી રહી છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે યુપી, બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગરમ ​​પવનોનો પ્રકોપ વધશે. બિહારમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર […]

વાવાઝોડાની અસરઃ મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ બંદર પાસે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ વરસી રહ્યો છે. દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના વિશે […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

ઘરની દક્ષિણ દિશામાં રાખો આ કેટલીક વસ્તુઓ,પૈસાનો થશે જોરદાર વરસાદ !

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, તેથી લોકો ઘર બનાવતા પહેલા દિશાઓનું ધ્યાન રાખે છે. આ પ્રમાણે જો ઘર ન બને તો વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ઘેરાઈ શકે છે. આ સિવાય જીવનમાં અન્ય સમસ્યાઓ આવવા લાગે છે. સાથે જ આ શાસ્ત્રમાં દક્ષિણ દિશાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ દિશાને મૃત્યુના દેવતા યમ અને પૂર્વજો […]

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન,ભારે પવન સાથે ભારે વરસાદની ધારણા

દિલ્હી : બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં શનિવારે ચક્રવાતી પરિભ્રમણની રચનાને હવામાનશાસ્ત્રીઓ દ્વારા આગામી સપ્તાહે આ ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાની તીવ્રતા તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વમાં નીચલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code