1. Home
  2. Tag "Held"

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર વર્કશોપ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે અપાતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ […]

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ભવ્ય વિજયી બાદ રોડ શો યોજાયો, કિક્રેટ રસિયાઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ ગુજરાતની ટાઈટન્સ (જીટી) ટીમે IPL ફાઈનલમાં શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રાજસ્થાનને હરાવીને રોમાંચક વિજય મેળવતા વિજયોત્સવનો હરખભર્યો ઊજાગરો શહેરના યુવાનોએ મોડીરાત સુધી કર્યો હતો. દરમિયાન સોમવારે શહેરમાં સમગ્ર ટીમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરના આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. ગુજરાત ટાઈટન્સના તમામ […]

અમદાવાદઃ બહેનોમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુએ રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અમદાવાદઃ બહેનોમાં અનુશાસન, સુદ્રઢતા, નિયમિતતા, રાષ્ટ્રપ્રેમ, સમરસતા, સ્વરક્ષણ તથા આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુ થી રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા બહેનોનો તા.8થી 22મી મે એટલે કે 15 દિવસનો પ્રશિક્ષણ વર્ગ અમદાવાદના એસ.જી.હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. 15 દિવસ ના આ પ્રશિક્ષણ વર્ગમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ […]

ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન યોજાયો, 101 છાત્રોને પદવી એનાયત

ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ રવિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. જેમાં 8 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં કુલ 101 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 14 પુસ્તકો તેમજ ટૉય ઈનોવેશન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ગેમ ‘ક્લાઈમેટો ચેન્જ’નું પણ વિમોચન કરવામાં આવ્યું […]

સંતો સેવાના વ્રત સાથે સમાજ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, […]

CM દ્વારા યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાયો, CMએ  IPS અધિકારીઓ સાથે ભોજન લીધું

અમદાવાદઃ રાજ્યભરમાં લોકોએ નૂતન વર્ષને હર્ષોલ્લાસથી આવકારીને નવુ વર્ષ સુખદાયી નિવડે તે માટે એકબીજાને શુભેચ્છા આપી હતી.આજે બેસતા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. એનેક્ષી ખાતે હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસવડા તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code