1. Home
  2. Tag "HIGH COURT"

અમદાવાદમાં લોકડાઉનની અટકળો વચ્ચે મોલ અને કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને બેથી 3 દિવસનો વિકેન્ડ કર્ફ્યુની  જરૂરિયાત હોવાનો નિર્દેશ કર્યો હતો. જે બાદ લોકડાઉનની અફવા વાયુવેગે ફેલાઈ હતી. જેથી અમદાવાદમાં મોલ અને કરિયાણાની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી […]

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ કરફ્યુ લાદવા હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધતા જાય છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન […]

કોરોના વચ્ચે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનકઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કોરોના સંદર્ભે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જોઈએ. તેમજ લગ્નપ્રસંગ કે […]

ગુજરાતની શાળાઓમાં ફાયર સેફટી નહીં તો રદ્દ થશે માન્યતાઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલમાં ફાયર સેફટીના અભાવને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જે શાળાઓમાં ફાયર સેફ્ટી નહીં તેની માન્યતા રદ કરાશે તેવો નિર્દેશ કર્યો હતો. તેમજ આ મુદ્દે હરિયાણા મોડલ અપનાવવા માટે સરકારને તાકીદ કરી હતી. કેસની હકીકત અનુસાર અમદાવાદની જાણીતી કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં આઠ દર્દીઓના મોત થયાં હતા. આગના બનાવ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં જ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે તબક્કામાં મત ગણતરીના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ એક જ તબક્કામાં મત ગણતરી રાખવાની દાદ માંગી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીના અંતે અરજી ફગાવી દીધી હતી. જેથી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે. […]

GSTના અધિકારીઓ સર્વ દરમિયાન રિકવરી નહીં કરી શકે

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી માટે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓ સર્વ દરમિયાન કોઈપણ રીતે રિકવરી નહીં કરી શકે. જો રિકવરી કરવામાં આવશે તો અધિકારી સામે પગલા ભરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં એક વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ દરમિયાન રિકવરી મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં જીએસટીના અધિકારીઓ વિડીયો […]

લેન્ડગ્રેબીંગ કાયદાને રદ કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ રાજ્ય સરકારે જમીન પચાવી પાડવાના બનાવો અટકાવવા અને ભૂમાફિયાઓ સામે કાનૂની ગળિયો કસવા માટે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. તેમજ આ કાયદા હેઠળ કેટલાક ભૂમાફિયાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આ કાયદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ છે. તેમજ કાયદાને રદ કરવાની દાદ અરજીમાં માંગવામાં આવી છે. કેસની કહીકત અનુસાર […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે બેલેટ પેપરથી શકય નથીઃ ચૂંટણી પંચ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની સુનાવણીમાં ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેથી ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી કરવી શકય જણાતી નથી. હાઈકોર્ટે ચૂંટણી પંચને લેખિતમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરીને વધુ સુનાવણી મુલત્વી રાખી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં […]

સુરતમાં ફુટપાથ ઉપર સૂઈ ગયેલા શ્રમજીવીઓ ઉપર ટ્રક ફરી વળવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ સુરતમાં રોડ ઉપર સૂઈ ગયેલા 15 શ્રમિકો ઉપર ટ્રક ફરી વળવાની દૂર્ઘડટના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. આ અંગે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એક ધારાશાસ્ત્રીએ અકસ્માતની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટને પત્ર લખ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં 19 ફેબ્રુઆરી થયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનથી કામકાજની શોધમાં આવેલા 15 શ્રમિકોના મોત નિપજ્યાં […]

અમદાવાદની 700 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી એનઓસી નથીઃ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં અનેક હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હાઈરાઈઝ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં શહેરની 151 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નહીં હોવા મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમજ આ 151 હોસ્પિટલ વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code