1. Home
  2. Tag "HIGH COURT"

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા AMCને હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરને કારણે અવાર-નવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસથી કંટાળેલા લોકોએ તંત્ર સામે અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં અમદાવાદમાં એએમસીને રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર રખડતા ઢોરના મામલે હાઈકોર્ટમાં થયેલી […]

ગુજરાતમાં અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતી વિષય ભણાવવામાં ઉદાસિનતા કેમ દાખવે છે, હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં  ગુજરાત હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત છે અને એ માટે સરકારનો પરિપત્ર છે તો એનો અમલ કેમ થતો નથી. શાળાઓ સરકારી પરિપત્રનો અમલ ન કરે એ કઇ રીતે ચલાવી લેવાય. કોર્ટ આવી બાબતોનું સતત મોનિટરિંગ […]

સગીર દિકરીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતી માતાની સજામાં હાઈકોર્ટે ઘટાડો કર્યો

બેંગ્લોરઃ તમિલનાડુમાં સગીર દિકરી ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપીને તેની હત્યા કરનાર માતાની સજા હાઈકોર્ટે ઘટાડી હતી. સ્થાનિક અદાલતે મહિલાને તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્થાનિક અદાલતના ચુકાદાને મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે આજીવન કેદની સજા ઘટાડીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ સ્થાનિક મહિલા અદાલત […]

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]

મોરબી દૂર્ઘટનાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, સરકાર અને નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ

અમદાવાદઃ મોરબી દુર્ઘટના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને પ્રજા આ ઘટનાને હજુ ભુલી શક્યા નથી. દરમિયાન દિવાળીના વેકેશન બાદ હાઈકોર્ટમાં કાર્યવાહી આજથી શરૂ થઈ હતી. હાઈકોર્ટમાં પ્રથમ મોરબી દૂર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ પાઠવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ મોરબી દૂર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓ […]

તમિલનાડુમાં તમામ 50 સ્થળ પર રેલીની મંજૂરી નહીં મળતા RSSએ કાર્યક્રમ મોકુફ રાખ્યો

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ તામિલનાડુમાં આવતીકાલે રવિવારના રોજ નિર્ધારિત તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા કાર્યક્રમ માટે શરતો લાદવામાં આવ્યા પછી, યુનિયને રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાનારી રૂટ માર્ચ અને અન્ય કાર્યક્રમોને મોકૂફ રાખ્યા છે. આ સાથે કોર્ટના આ નિર્ણયને પડકારવાનું પણ […]

અમદાવાદના તમામ સ્મશાન ગૃહને કેમ સ્વચ્છ રખાતા નથી ?, AMCને જવાબ આપવા હોઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાનગૃહોની સ્વચ્છતા અને હાઇજીન માટેના કોન્ટ્રાક્ટના મામલે હાઇકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે મ્યુનિ. કોર્પોરેશનને એવી વેધક ટકોર કરી હતી કે,  સ્મશાનગૃહમાંથી મ્યુનિ. રૂપિયા કમાય છે, તો કમ સે કમ એની સ્વચ્છતા અને હાઇજીનનું પણ ધ્યાન તો રાખવું જોઇએ. માણસના મૃત્યુ બાદ […]

અમદાવાદમાં 17મી ઓક્ટોબર સુધી 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રાખોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે.તેમજ ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code