અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા AMCને હાઈકોર્ટનો નિર્દેશ
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરને કારણે અવાર-નવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસથી કંટાળેલા લોકોએ તંત્ર સામે અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં અમદાવાદમાં એએમસીને રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો.
કેસની હકીકત અનુસાર રખડતા ઢોરના મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, રખડતા ઢોર અંગે 24 કલાક મોનીટરિંગ કરવું જોઈ, જેથી રખડતા ઢોરથી પ્રજાને મુશ્કેલી ના પડે. આ અગાઉ ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઈજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. રખડતા ઢોર અંગે વધુ સનાવણી આગામી સપ્તાહએ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના રાજ્યોના મહાનગરો અને નગરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. જેથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા અને પશુ માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેથી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.