1. Home
  2. Tag "Highway"

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

સાયલા નજીક હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, દંપત્તીનું મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પૂર ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી મારીને રોડ સાઈડના 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતામાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]

એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી કેવી રીતે બહાર કાઢે છે,જુઓ આ વાયરલ વિડીયોમાં

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી વધુ સ્ટંટ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાકને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવા જ એક સ્ટંટ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.આમાં એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી એવી રીતે બહાર કાઢે છે કે,તમે પણ દંગ રહી જશો.આ વીડિયો જોયા […]

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં બનાસકાંઠા પોલીસે હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરી ચેકિંગ શરૂ કર્યું

પાલનપુરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એકશન મોડમાં આવી ગઈ  છે. પોલીસ દ્વારા હાઈવે પર  ચેકપોસ્ટ ઊભી કરીને  સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવે છે. બનાસકાંઠા સરહદી જિલ્લો હોવાથી વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર પાસે દુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  ભાવનગર-અમદાવાદ વાયા ધોલેરા હાઈવે પર ભાવનગર નજીક અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે […]

સુરેન્દ્રનગર- બેચરાજીના હાઈ-વે પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો બન્યા પરેશાન

વઢવાણઃ  સુરેન્દ્રનગર- બેચરાજી વચ્ચેનો ટ્રાફિકથી ધમધમતો હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન હોવાથી આ હાઇવેથી પસાર થાય છે. આથી આ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. ચોમાસામાં ભારે વરસાદના પગલે […]

વલ્લભીપુર-ઉમરાળા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર મોડીરાત્રે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ભયકંર અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું પણ મોત થતા અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. […]

ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ક્યારે પુરૂ થશે ?

ભાવનગરઃ અમદાવાદ-ભાવનગરના વાયા ધોલેરા થઈને ટ્રાફિકમાં વધારો થતો જાય છે. જ્યારે અમદાવાદ-ભાવનગર વાયા વલ્લભીપુરનો હાઈવેને ફોર લેન કરવાની કામગીરી ઘમા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી છે. ફેદરાથી ધંધુકા, બરવાળા, અને વલ્લભીપુર સુધીના આ હાઈવે પર પાલિતાણા અને અમરેલી જતો ટ્રાફિક પણ રહેતો હોય છે. આ હાઈવે પર ફોરલેનના કામને અઢી વર્ષ જેટલો સમય થવા […]

દાહોદ ગરબાડા હાઇવે પર પૂરફાટ ઝડપે બે કાર સામસામે અથડાયા 2ના મોત, 4ને ઈજા

દાહોદઃ રાજ્યમાં રોડ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે દાહોદ ગરબાડા હાઇવે પર બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યકિતના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસે કાફલો દોડી આવ્યો હતો, વધુ તપાસ હાથ ધરી હતી. […]

ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર અકસ્માત બાદ ટેન્કરમાંથી N-એસિડ ઢોળાતાં અફડા-તફડી મચી ગઈ

મોરબીઃ ધ્રાંગધ્રા – હળવદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે 45 હજાર એન-એસિડ ભરેલા  ટેન્કરનો અકસ્માત સર્જાતા એન.એસિડ રસ્તા ઉપર ઢાળાઈને લીક થયુ હતું. તેના લીધે તીવ્રવાસની સાથે ધુમાડાથી લોકોની આંખો બળવાની સાથે ગુંગળામણ થવા લાગી હતી. ગાંધીધામમાં કેમિકલની અનેક ફેકટરીઓ આવેલી છે. ત્યાની ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલા એન.એસિડ નામનુ કેમિકલ ભરીને ટેન્કર વડોદરા જવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code