1. Home
  2. Tag "hospital"

ગુજરાતઃ મે મહિનામાં સૌથી વધારે અંગદાન, 58 લોકોને નવજીવન મળ્યું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જેથી લોકો બ્રેનડેડ દર્દીના અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન એક મહિનામાં રાજ્યમાં 19 વ્યક્તિઓના અંગોનું દાન થયું છે. જેથી 58 દર્દીઓને નવજીવન મળ્યું છે. બીજી તરફ લોકો અંગદાન પ્રત્યે જાગૃત બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દાનમાં મળેલા […]

5 કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના અંગોની ફાળવણીની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસથાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ  જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની G.DOT ગાઇડલાઇન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના તમામ […]

બિહારમાં ફરીથી લઠ્ઠાકાંડઃ મોતિહારીમાં ઝેરી દારૂ પીધા બાદ 16 વ્યક્તિઓના મોત

પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ

નેપાળના રાષ્ટ્રપતિની તબિયત બગડી રામચંદ્ર પૌડેલે પેટમાં દુખાવાની કરી ફરિયાદ કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ દિલ્હી:નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે રાત્રે કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પૌડેલને શનિવારે મોડી રાત્રે […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

ભાવનગરમાં એચ3એન2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં […]

હિમાચલ પ્રદેશઃ પૂરઝડપે પસાર થતા શ્રમિકોને કારે અડફેટે લીધા, પાંચના મોત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર કામ પર જઈ રહેલા મજૂરોને પૂરઝડપે પસાર થતી મોટરકારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. જ્યારે ચાર રાહદારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરમપુર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી એક મજૂરની […]

સરકારી હોસ્પટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલાશે : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશની જનતાને મફતમાં યોગ્ય સારવાર મળી રહે તેમ જ મોંઘી દવાઓ ઓછી કિંમતમાં મળી રહે તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલવામાં આવશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલશે. આ કેન્દ્રો આયુર્વેદ અને આધુનિક દવા બંનેનો […]

અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ અપાશે, તંત્રની નવી પહેલા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં દર વર્ષે અનેક લોકો જીમ ગુમાવે છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ રોડ સેફ્ટીને અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદમાં સ્થાનિક તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને મદદ […]

ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં અપાયઃ DyCM

લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code