1. Home
  2. Tag "hospital"

બિહારમાં ફરીથી લઠ્ઠાકાંડઃ મોતિહારીમાં ઝેરી દારૂ પીધા બાદ 16 વ્યક્તિઓના મોત

પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ

નેપાળના રાષ્ટ્રપતિની તબિયત બગડી રામચંદ્ર પૌડેલે પેટમાં દુખાવાની કરી ફરિયાદ કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ દિલ્હી:નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે રાત્રે કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પૌડેલને શનિવારે મોડી રાત્રે […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

ભાવનગરમાં એચ3એન2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં […]

હિમાચલ પ્રદેશઃ પૂરઝડપે પસાર થતા શ્રમિકોને કારે અડફેટે લીધા, પાંચના મોત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર કામ પર જઈ રહેલા મજૂરોને પૂરઝડપે પસાર થતી મોટરકારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. જ્યારે ચાર રાહદારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરમપુર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી એક મજૂરની […]

સરકારી હોસ્પટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલાશે : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશની જનતાને મફતમાં યોગ્ય સારવાર મળી રહે તેમ જ મોંઘી દવાઓ ઓછી કિંમતમાં મળી રહે તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલવામાં આવશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલશે. આ કેન્દ્રો આયુર્વેદ અને આધુનિક દવા બંનેનો […]

અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ અપાશે, તંત્રની નવી પહેલા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં દર વર્ષે અનેક લોકો જીમ ગુમાવે છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ રોડ સેફ્ટીને અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદમાં સ્થાનિક તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને મદદ […]

ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં અપાયઃ DyCM

લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક […]

108 સેવા પ્રજા માટે દેવદુત બનીઃ અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનો આરંભ થયો છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રોગચાળાને વધુ વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. શહેરમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 180, સાદા મેલેરિયાના 28, ઝેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code