1. Home
  2. Tag "hospital"

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યોઃ ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફ્લૂના 709, ઝાડા-ઉલટીના 816 અને ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત કોલેકાના 12 કેસ સામે આવ્યાં છે. શહેરમાં પાણીજનય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દવાખાના દર્દીઓથી ઉભરાયાં છે. શહેરના અનેક પરિવારમાં વાઈરલ ફીવર તથા શરદી અને ખાંસી સહિતના દર્દીઓની સંખ્યામાં પણ […]

પડોશી પ્રથમઃ ભારતે અફઘાનીસ્તાનને દસ બેચ મારફતે 32 ટન તબીબી સહાય પૂરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલો અભિયાન હેઠળ ભારત પાકિસ્તાન સિવાય અન્ય પડોશી દેશોને મદદ કરવા માટે તત્પર રહે છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોને ભારતે જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન ભારત દ્વારા માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો દસમો હપ્તો પૂરો પાડવામાં આવ્યો છે. આ સહાય કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને […]

રાજ્ય સરકારોને પાયાના સ્તરે લોકકેન્દ્રિત આરોગ્ય સેવાઓના અમલીકરણને ઝડપી બનાવા ડો. માંડવિયાનું સૂચન

નવી દિલ્હીઃ પ્રતિકૂળતાને આપણી શક્તિઓમાંથી શીખવાની અને તેના પર નિર્માણ કરવાની તક તરીકે જોવાની વડા પ્રધાનની ફિલસૂફીનો પુનરોચ્ચાર કરતાં, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, રોગચાળાએ અમને દરેક જિલ્લા અને બ્લોકમાં જટિલ સંભાળ માળખામાં રોકાણ કરવાનું શીખવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, ભારત સરકાર નાગરિકોને સુલભ, સસ્તું, ગુણવત્તાયુક્ત અને સમાન જાહેર આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવાના […]

દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના સુરતમાં 150 બેડ ધરાવતી  કેન્સર, હાર્ટ ઈન્સ્ટીટ્યુટ અને ટ્રોમા સેન્ટર અને મોમ્સ આઈવીએફનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના નિર્માણથી સુરતમાં આરોગ્ય […]

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને […]

અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે હવે સ્વાઈન ફ્લૂ પણ ફરીથી માથુ ઉચકી રહ્યું છે. દરમિયાન ગણતરીના દિવસોમાં જ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 100ને પાર પહોંચ્યો છે. કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે તેમજ રોગચાળાને ડામવા કવાયત શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય […]

મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત

જબલપુરની હોસ્પિટલમાં લાગી આગ  આગ લાગતા મચી નાસભાગ અત્યાર સુધીમાં 8 દર્દીઓના થયા મોત  ભોપાલ:મધ્યપ્રદેશના જબલપુરની એક હોસ્પિટલમાં આગની ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે.આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી.સર્વત્ર અફરાતફરીનો માહોલ હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે બાદ […]

ભાવનગરમાં લઠ્ઠાકાંડના સારવાર લઈ રહેલા 13 દર્દીઓ પોલીસના ડરથી હોસ્પિટલમાંથી નાસી ગયા

ભાવનગરઃ બોટાદના બરવાળા (ઘેલાશાહ) પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા અનેક દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓને પોલીસનો ભય સતાવી રહ્યો છે. સાજા થઈશું એટલે પોલીસ જેલમાં પુરી દેશે એવા ભયને કારણે 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાંથી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ તથા […]

બાયો મેડિકલ વેસ્ટ પર 12 ટકા GST લેવાતાં હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર મોંધી થશે

રાજકોટ: લોકો પર ટેક્સનું ભારણ વધતું જાય છે. તાજેતરમાં જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાનગી હોસ્પિટલોમાંથી એકઠા કરાતાં બાયો મેડિકલ વેસ્ટની સર્વિસ પર 12 ટકા જીએસટી લેવાનું નક્કી કર્યું છે. ટેક્સનું આ ભારણ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પર નાખવામાં આવશે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં આ સર્વિસ પર આપવામાં છૂટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરાયો […]

દેશમાં 8 વર્ષમાં મેડીકલ કોલેજની સંખ્યા 387થી વધીને હાલમાં 603 થઇઃ અમિત શાહ

અમદાવાદઃ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન 750 બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code