1. Home
  2. Tag "hospital"

વડોદરાની સર સયાજી હોસ્પિટલના તબીબોએ ગોધરાના કિશોરને આપ્યું નવજીવન

અમદાવાદઃ શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના 10 વર્ષીય આસિમને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર પર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. 11 વર્ષના આસીમને આંચકી આવવાની સામાન્ય જણાતી ઘટનામાંથી એન્કેફેલોમાયલાઈટિસ નામની ચેતાતંત્ર, મજ્જાતંત્રની અસામાન્ય બીમારી હોવાની જાણ થઈ હતી. ગોધરાના વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા […]

મહારાષ્ટ્રઃ વર્ધાની એક હોસ્પટલમાં માનવ કંકાલ અને ખોપડીઓ મળી, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી નિઠારી જેવી ઘટના સામે આવી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માનવ હાડપિંજર કોના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વર્ધાના આરવી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 95 ટકા લોકોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેતવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં ત્યાર સુધીમાં રસીના 9 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. 94.5 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 15થી 18 વર્ષના લગભગ 57 ટકા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોવિડ મહામારી સામે […]

અમદાવાદમાં કોરોનાના 97 ટકા દર્દીઓ હોમ ક્વોરન્ટાઈનઃ AMC કમિશનર લોચન સહેરા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સૌથી વધારે પોઝિટિવ કેસ સામે અમદાવાદમાં આવી રહ્યાં છે. જેથી AMC તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 93 જેટલા સંજીવની રથો દોડતા કરવામાં આવ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓમાં લક્ષણ ગંભીર નથી. એટલું જ નહીં 97 ટકા દર્દીઓ હાલ હોમ ક્વોરન્ટાઈન […]

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 15મીથી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકારે કોરોનાને નાથવા માટે આગોતરી તૈયારીઓ કરી લીધી છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને  જરૂરી દવાનો સ્ટોક વગેરેની વ્યવસ્થા ઊભા કરી દેવામાં આવી છે. જ્યારે પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 900 બેડની કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. […]

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને AMCનું આગોતરૂ આયોજન

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા એએમસી સફાળુ જાગ્યું છે. તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જરૂરી બેડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 35000 જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનનો જથ્થો તથા LG હોસ્પિટલમાં 6000 લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી પરિસ્થિતિનું પુનઃ નિર્માણ ના […]

કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ

આઠ સુપર હિરોના વેશમાં આવ્યા યુવાનો બાળકોના ચહેરા ઉપર ખુશી ફેલાઈ હોસ્પિટલ તંત્રએ બાળકોની ખુશી માટે કર્યો નિર્ણય દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ઇટાલીના મિલાનમાં કોરોના હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નવતર […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે વેક્સિન લીધી હશે તેને જ પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે, પણ લોકો ફરીવાર કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વેક્સિનેશનના બન્ને ડોઝ સમય મુજબ લે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે વેક્સિન ન લેનારાને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી […]

બેંગ્લોરમાં હોસ્પિટલની બેદરકારીઃ દોઢ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ મળ્યાં

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લોરની એક હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ દાઢ વર્ષ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓની લાશ શબઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે તે વખતે મૃતકોના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાંનું જે તે વખતે પરિવારજનોને […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code