1. Home
  2. Tag "Hurricane"

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું […]

ભાવનગરના 20 ટકા વાડી વિસ્તારમાં વાવાઝોડાના દોઢ મહિના બાદ હજુ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી

ભાવનગર: તૌકતે વાવાઝોડાના દોઢ મહિના બાદ પણ ભાવનગર  જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જિલ્લાના સિહોર તાલુકાના દસથી વધુ ગામોના વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ જોડાણ પુનઃ શરૂ નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ પુરવઠો પુનઃ કાર્યરત […]

વાવાઝોડાના લીધે ગીરની આંબાવાડીને નુકશાન થતા કચ્છની કેસર કેરીના ખેડુતોને મળ્યાં સારા ભાવ

ભૂજઃ ગીરની કેસર કેરી બાદ હવે માર્કેટમાં કચ્છની કેસર કેરી પણ આવી ગઈ છે. સામાન્યરીતે ગીરની કેસર કેરી કરતી કચ્છની કેરીના ભાવ વધુ હોવા છતા લોકો કચ્છીની કેરી ખરીદી રહ્યા છે. દર વરસે વૈશાખ મહિનાની પૂનમથી જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કેસર કેરી તેમજ અન્ય આમ્રફળની સિઝન ભરપૂર હોય છે, પરંતુ ચાલુ વરસે તૌકતે વાવાઝોડાંની અસરથી […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. રૂપાણી આજે સવારે […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

વાવાઝોડાની અસરઃ ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે અમદાવાદ સહિત રાજયભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે પરંતુ તેની અસર હજુ બે દિવસ સુધી જોવા મળશે. રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર […]

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]

વાવાઝોડાની ચેતવણીને અવગણીને મધદરિયે પહોંચી ગયેલા 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાની પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી હતી. આમ છતાં કેટલાક માછીમારોએ ચેતવણી હોવા છતાં તેને લક્ષમાં ન લઈને મધ દરિયે માછીમારી કરવા પહોંચી ગયા હતા. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવતા તેમના પરિવારજનોએ હાશકારો […]

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડાની ઝડપ થોડી ઘટી હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાને લીધે એસટી વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ટ્રેનો પણ 21મી સુધી રદ કરવામાં આવી છે. વાવાઝોડાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code