1. Home
  2. Tag "Hurricane"

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની અસર હજુ 24 કલાક રહેશેઃ લોકોને સાવચેત રહેવા અપિલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં […]

પ્રચંડ વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ મંદિરના શીખર પરની ધજા-ત્રિશુલ અડિખમ

તાઉ-તે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. 40 હજારથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે તો 1081 વીજ થાંભલા ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર રોડ બ્લોક થઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવજીના […]

રાજુલામાં વાવાઝોડાને લીધે ઘરની દીવાલ તૂટી પડતા બાળકીનું મોત, ત્રણને બચાવી લેવાયા

અમરેલી : તાઉ-તે વાવાઝોડું અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વાવાઝોડાથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મળી રહ્યો છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ તબાહી સર્જી છે. રાજુલા ખંભા અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેરઠેર […]

તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે રાષ્ટ્રના સાગર કાંઠે ત્રાટકશેઃ રેડ એલર્ટ જારી કરાયું

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ […]

ગુજરાતના દરિયાકાંઠે તાઉ-તે વાવાઝોડું તોફાન મચાવે તે પહેલા જ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું

અમદાવાદ:  ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. આજે રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બપોર બાદ અમદાવાદ સહિત ઘણાબધા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગુજરાતના 1600 કિમીના સમુદ્રી કાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કંડલામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અને દરિયા કાંઠા વિસ્તારમાં રહેલા દોઢ લાખ […]

ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: એટલાન્ટિક મહાસાગરમાં 2020 દરમિયાન 29 વાવાઝોડાં સર્જાયા

એટલાન્ટિક મહાસાગરમાં ઉદ્દભવતા વાવાઝોડાં દર વર્ષે મોટા પાયે તારાજી સર્જે છે એટલાન્ટિક મહાસાગરમાં વર્ષ 2020 દરમિયાન 29 વાવાઝોડાં સર્જાયા વર્ષ 2020નું વર્ષ એટલાન્ટિક હેરિકેનના ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક ગણાય કેલિફોર્નિયા: એટલાન્ટિક મહાસાગરમાંથી દર વર્ષે ઉદ્દભવતા વાવાઝોડાં મોટા પાયે તારાજી સર્જે છે. આ વાવાઝોડાંથી અમેરિકાના કાંઠા વિસ્તારમાં તથા કેરેબિયન ટાપુ સમૂહ, ક્યુબા, હૈતી વગેરે દેશોને ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code