1. Home
  2. Tag "IAF"

Su-30 MKI દ્વારા ભારતીય વાયુસેનાએ બ્રહ્મોસ એર વર્ઝન મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતીય વાયુસેનાએ તેના ફ્રન્ટલાઈન સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ વખતે એરક્રાફ્ટ ઘણું સરળ રહ્યું હતું અને બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણ દ્વારા જમીન પરના ટાર્ગેટ પર નિશાન સાધતા પહેલા અપેક્ષિત ટ્રેજેક્ટરીને પણ અનુસરી હતી. ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ મિસાઈલ એક વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. બ્રહ્મોસ મિસાઈલ દ્વારા ભારતીય […]

અડધી રાત્રે પાકિસ્તાનની બોર્ડર પર ગરજ્યા ભારતીય ફાઈટર જેટ્સ, દુશ્મનોને દેખાડયો દમ

પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને ભારત સાવધાન છે. […]

જમ્મુ-કાશ્મીરમાં LOC નજીક પાકિસ્તાની બે યુદ્ધવિમાન દેખાયા, ભારતીય વાયુસેના એલર્ટ પર: સૂત્રો

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટર સહીતના ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગની હરકત કર્યા બાદ પાકિસ્તાન અટકયું નથી. ભારતના ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સને એલઓસી નજીક ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સની ગતિવિધિઓ ડિટેક્ટ થયા બાદ ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર છે. મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં પુંછ સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની વાયુસેનાના બે […]

બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું એક વિમાન રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. બિકાનેર જિલ્લાના શોભાસર નજીક ક્રેશ થયેલું યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાનું મિગ-21 હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવે છે. બિકાનેરના એસપીને ટાંકીને ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શોભાસર ખાતે યુદ્ધવિમાનના ક્રેશ થતા પહેલા પાયલટ સુરક્ષિત રીતે ઈજેક્ટ થયો હતો. પાયલટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના […]

પાકિસ્તાનના બાલાકોટ પર એરસ્ટ્રાઈકમાં નિશાને લાગ્યા 80% બોમ્બ, એરફોર્સે સરકારને સોંપ્યા પુરાવા

જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની સોંપણી કરી છે. આ પુરાવામાં એરસ્ટ્રાઈકની તસવીરોનો પણ સમાવેશ થાય છે. તેની સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વાયુસેનાની એરસ્ટ્રાઈકમાં મોટા […]

24 પાકિસ્તાની વિમાનોએ LOC પાર કરવાની કરી હતી કોશિશ, ભારતીય વાયુસેનાના આઠ વિમાનોએ કરી કાર્યવાહી

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનની નાપાક ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સીમામાં લગભગ દશ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા. વરિષ્ઠ સરકારી સૂત્રનું માનવું છે કે ભારત સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનના યુદ્ધવિમાનો લગભગ દશ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. […]

દુશ્મન દેશમાં પણ બહાદૂરીથી વાત કરી રહ્યો છે મારો પુત્ર, મને તેના પર છે ગર્વ: વિંગ કમાન્ડર અભિનનંદનના પિતા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના પિતા અને ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને પોતાના પુત્રને એક બેહદ ભાવુક સંદેશ લખ્યો છે અને આ સંદેશો એક બહાદૂર પિતા દ્વારા પોતાના શૂરવીર પુત્રને લખવામાં આવ્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને આ સંદેશો પોતાના મિત્રો અને સગા-વ્હાલાં દ્વારા દેશવાસીઓ સુધી પહોંચાડયો છે. સંદેશામાં […]

પાકિસ્તાની વાયુસેનાના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામા આવ્યું, સીમા પર તણાવપૂર્ણ સ્થિતિ

ભારતીય વાયુસીમામાં દાખલ થવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાની યુદ્ધવિમાનને ભારતીય વાયુસેનાએ તોડી પાડયું છે. આ પાકિસ્તાની યુદ્ધવિમાન ભારતીય ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યું હતું. એએનઆઈના અહેવાલ મુજબ,  વાયુસેનાએ બુધવારે પોતાની વળતી કાર્યવાહીમાં નૌશેરા સેક્ટરની લામવેલીમાં પાકિસ્તાની યુદ્ધવિમાન એફ-16ને તોડી પાડ્યું છે. પાકિસ્તાની યુદ્ધવિમાન એફ-16 દ્વારા ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેના પછી […]

પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ હતા આજની વાયુસેનાની એરસ્ટ્રાઈકના નિશાને

ભારતીય વાયુસેનાની પીઓકે અને પાકિસ્તાનની જમીન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઘણાં ખૂંખાર આતંકવાદી માર્યા ગયા હતા. એર સ્ટ્રાઈકમાં ભારતના નિશાન પર મુખ્યત્વે પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી ઠેકાણાને તબાહ કરવામાં આવ્યો છે. પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યા નિશાન મૌલાના અમ્માર જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરનો ભાઈ અને કાશ્મીર તથા […]

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં માર્યો ગયેલો આતંકી મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર કેટલો હતો ખતરનાક?

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર બાલાકોટ ખાતેના આતંકી તાલીમ કેમ્પની દેખરેખ કરતો હતો. ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પુલવામા એટેકનો બદલો લેતા બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદના આતંકવાદી તાલીમ કેમ્પો પર હુમલા કર્યા છે. આ હુમલામાં બાલાકોટ ખાતેની એર સ્ટ્રાઈકમાં મૌલાના મસૂદ અઝહરનો બનેવી અઝહર યૂસુફ ઉર્ફે ઉસ્તાદ ગૌરી ત્રણસો આતંકવાદીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code