પાવાગઢમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજ અને મંદિર ટ્રસ્ટ આમને-સામને
સુરતઃ પાવાગઢમાં ડુંગરના પગથિયાઓની બાજુમાં તિર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત કરવાના મામલે જૈન સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. બીજીબાજુ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, પગથિયાના રિનોવેશનના કામને લીધે તિર્થંકરોની મૂર્તિઓ હટાવવામાં આવી છે. અને જૈન અગ્રણીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ મામલે મંદિર ટ્રસ્ટ અને જેન સમાજ આમને-સામને આવી ગયો છે. […]