1. Home
  2. Tag "incident"

નખમાં તુટવાની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ, નખને મજબુત બનાવવા માટે આટલું કરો

તમને ઘણી વાર લાગ્યું હશે કે તમારા નખ અચાનક કોઈ નક્કર કારણ વગર તૂટવા લાગે છે. તમે કોઈ ભારે કામ કર્યું નથી, કે તમને કોઈ ઈજા થઈ નથી, છતાં નખ અચાનક ફાટી જાય છે અથવા કિનારીઓથી ફાટવા લાગે છે. આ સમસ્યા ફક્ત સ્ત્રીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પુરુષો અને બાળકોમાં પણ જોવા મળે છે. નખ […]

કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. […]

સિંગાપોરની શાળામાં આગની ઘટનામાં પવન કલ્યાણનો નાનો પુત્ર ઘાયલ

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણના નાના પુત્ર માર્ક શંકર સિંગાપોરની એક શાળામાં આગની ઘટનામાં ઘાયલ થયા છે. આ અકસ્માતમાં તેમને હાથ અને પગમાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ, તેમને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પવન કલ્યાણ હાલમાં આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના પ્રવાસે છે. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો […]

મહાકુંભમાં થયેલી ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતક ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના […]

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]

મહિલાઓ સામેના ગુના અટકાવવા રાષ્ટ્રપતિનું આહવાન, બંગાળની ઘટના ઉપર આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ અને નારાજગીનું વાતાવરણ છે. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કોલકાતાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે.’ નારાજગી વ્યક્ત કરતાં, રાષ્ટ્રપતિએ મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે આહવાન કર્યું હતું અને […]

ઉત્તર પ્રદેશઃ હાથરસમાં થયેલી દુર્ઘટનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. પોલીસે FIRમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યા છે. અગાઉ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2.50 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

ક્રિકેટર પંતની કારને નડેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, બે વીડિયો આવ્યા સામે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર ઋષભ પંતની મોટરાકને ઉત્તરાખંડમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં પંતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમિયાન પંતની કારના અકસ્માતનો વીડિયો તથા અકસ્માત બાદ કારમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝેલા પંતનો વીડિયો સામે આવ્યો છે, જો કે, આ બંને વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ […]

ઓનરકિલિંગની ઘટનાઃ સમાજના આગેવાનો સામે જ યુવતીના પરિવારજનોએ યુવાનની કરી હત્યા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઓનરકિંલિંગની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોએ સમાજના આગેવાનો સમક્ષ યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં યુવાનને ઢોર માર મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. સમાજના પંચ સમક્ષ થયેલી ઓનરકિલિંગની ઘટનાને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. પોલીસે હત્યાના કેસમાં સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code