1. Home
  2. Tag "INCOME"

રાજકોટ યાર્ડમાં ધાણા, ઘઉં જીરૂ અને કપાસની ધૂમ આવક, યાર્ડ બહાર 2500 વાહનોની લાંબી લાઈનો

ધાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક યાર્ડમાં વાહનોને ક્રમવાર અપાતો પ્રવેશ યાર્ડમાં આવતી કૃષિ પેદાશો શેડમાં ઉતારવા અપાઈ સુચના રાજકોટઃ સૌરાષ્ટ્રના ગોંડલ બાદ સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણા, કપાસ સહિત વિવિધ કૃષિ પેદાશોની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ બહાર સવારથી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી […]

ફ્રુટ માર્કેટમાં નાસિક અને સોલાપુરથી લીલી અને કાળી દ્રાક્ષની ધૂમ આવક

છૂટક બજારમાં લીલી દ્રાક્ષ કિલોના 70થી 80નો ભાવ કાળી દ્રાક્ષની માગ વધુ હોવાથી કિલોનો 130થી 140નો ભાવ ગરમીમાં વધારો થતાં દ્રાક્ષના વેચાણમાં પણ થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ઉનાળાની સીઝનના વિવિધ ફળોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના નાસિક અને સોલાપુરથી લીલી અને કાળી દ્રાક્ષની પણ ધૂમ આવક […]

દુનિયામાં ક્રિકેટ સિવાય અન્ય રમતના ખેલાડીઓ પણ કમાય છે વર્ષે કરોડની આવક

વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાં વિરાટ કોહલી અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે. પરંતુ અન્ય રમતોના ખેલાડીઓ ક્રિકેટરો કરતાં ઘણું વધારે કમાય છે. જ્યારથી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ શરૂ થયું છે, ત્યારથી આ રમતના ખેલાડીઓની કમાણીમાં પણ વધારો થયો છે. જો આપણે વિરાટ કોહલી પર નજર કરીએ તો તેમની કુલ સંપત્તિ 1,050 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેને […]

ભારતમાં એક વર્ષમાં ટોલટેક્સની આવકમાં 19 ટકાનો વધારો

દેશભરમાં એક્સપ્રેસવેની સંખ્યા વધી રહી છે, તેમ તેમ તેમાંથી ટોલની આવક પણ ઝડપથી વધી રહી છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં ટોલ વસૂલાત ગયા વર્ષ કરતા વધુ હતી. IRB ઇન્ફ્રા ડેવલપર્સ લિમિટેડ અને IRB ઇન્ફ્રા ટ્રસ્ટે ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે દેશમાં ટોલ વસૂલાતમાં 19 ટકાનો વધારો થયો છે. જે ડિસેમ્બર […]

ગોંડલ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું, યાર્ડ બહાર વાહનોની લાગી લાંબી લાઈનો

• યાર્ડમાં બે લાખ લાલ ડુંગળીના કટ્ટાની આવક • હરાજીમાં પ્રતિ 20 કિલોના ડુંગળીના ભાવ 200થી 850 ઉપજ્યા • વિદેશના નિકાસકારો ડૂંગળીની ખરીદી માટે યાર્ડની મુલાકાતે આવ્યા રાજકોટ: સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. મંગળવારે તો યાર્ડ બહાર ડુંગળી ભરીને આવેલા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. […]

તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 3 વર્ષમાં 91 કરોડની આવક

વિશ્વની સાતમી અજાયબી, તાજમહેલને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓના આગમનને કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને ભારે આવક થાય છે. એએસઆઈને તાજમહેલની ટિકિટના વેચાણથી ત્રણ વર્ષમાં લગભગ 91 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે આ ત્રણ વર્ષમાં તાજના સંરક્ષણ પર માત્ર 9.41 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે. માહિતી અધિકાર અધિનિયમથી […]

ભારતીય રેલ્વેને બે મહિનામાં રૂ. 12,159 કરોડની આવક થઈ

ભારતીય રેલ્વેએ આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન તહેવારોની સિઝન દરમિયાન ટિકિટના વેચાણથી રૂ. 12,159.35 કરોડની કમાણી કરી હતી. ભારતીય રેલ્વે સંબંધિત આ ડેટા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા.બે મહિનાના સમયગાળામાં ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો હતા, જે દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય રેલ્વેએ આ વર્ષે […]

રાજકોટ યાર્ડમાં ઘઉં, કપાસ, સહિત પાકની ધૂમ આવક, લીંબુના મણના ભાવ 1800થી 2700 બોલાયા

રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, કપાસ, ટામેટાં, બટાકા, ટાંમેટા સહિત પાકની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે ઘઉંની મબલક આવક થઈ હતી. ઘઉંની સાથે સાથે કપાસ, મગફળી, બટાકા, ટામેટા સહિતના પાકની પણ સારી એવી આવક થઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા […]

વર્ષ 2023-24માં કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ પારાદીપ બંદર ભારતના મુખ્ય બંદરોમાં ટોચ પર

નવી દિલ્હીઃ પારાદીપ પોર્ટ ઓથોરિટી (PPA)ની અસાધારણ સફર નાણાકીય વર્ષ 2023-24માં અકલ્પનીય 145.38 MMT કાર્ગો હેન્ડલિંગની તાજેતરની સિદ્ધિ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે, જે દીનદયાલ પોર્ટ, કંડલાને વટાવીને સૌથી વધુ કાર્ગો માટે દેશના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલિંગ PPA એ તેના 56 વર્ષના ઓપરેશનલ ઈતિહાસમાં પ્રથમ વખત દીનદયાલ પોર્ટ દ્વારા અગાઉના રેકોર્ડને વટાવી […]

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code