પાલનપુર માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું, પ્રતિદિન 40 હજારથી વધુ બોરીની આવક
પાલનપુરઃ જિલ્લામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે. સિઝનમાં અત્યારસુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક થઈ છે. અને હાલમાં પણ રોજની 40થી 50 હજાર બોરીની આવક ચાલુ છે. સરકાર દ્રારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં […]