1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય રેલવેની આવકમાં વધારો 53 ટકાનો વધારો
ભારતીય રેલવેની આવકમાં વધારો 53 ટકાનો વધારો

ભારતીય રેલવેની આવકમાં વધારો 53 ટકાનો વધારો

0
Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે દેશ પહેલાની જેમ રેતગતિથી આગળ વધી રહ્યો છે. બીજી તરફ ભારતીય રેલવેની પણ તમામ ટ્રેનો દોડતી થઈ હોવાથી આવક પણ વધી છે. રેલવેનીᅠપેસેન્‍જર સેકશનમાંથી આવક એપ્રિલથી 8 ઓક્‍ટોબર 2022 દરમિયાન વર્ષના આધાર 52.92 ટકા વધીને 33,476 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

ગયા વર્ષના આ સમયગાળા દરમયાન આ સેકશનમાંથી 17394 કરોડ રૂપિયાની આવક થઇ હતી. રીઝર્વડᅠપેસેન્‍જર સેકશનમાં એક એપ્રિલથી 8 ઓક્‍ટોબર 2022 સુધીનાᅠસમયગાળા દરમયાનᅠટિકિટ બુક કરતા યાત્રિકોની કુલ અનુમાનિત સંખ્‍યા 42.89 કરોડ છે. આ સંખ્‍યા ગયા વર્ષની આ સમયગાળા દરમયાનᅠ34.56 કરોડની સરખામણીએ 24 ટકા વધુ છે.

રેલવેએᅠ1લી એપ્રિલ થી 8મી ઓક્‍ટોબર 2022 સુધીના સમયગાળા વચ્‍ચે રિઝર્વડᅠપેસેન્‍જર સેકશનમાંથી 26961 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ ગયા વર્ષની આ સમયગાળા દરમયાનᅠમેળવેલી આવક 16307 કરોડ રૂપિયાની આવકની સરખામણીએ ૬૫ ટકા વધુ છે. રિઝર્વેશન વગર યાત્રા કરતા લોકોના સેકશનમાં આ સમયગાળા દરમયાનᅠયાત્રિકોની કુલ અનુમાનિત સંખ્‍યા 268.56 કરોડ છે. જે ગયા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ 197 ટકા વધુ છે.

ગયા વર્ષની આ સમયગાળામાં યાત્રિકો 90.57 કરોડ હતી. 1 એપ્રિલ થી 8 ઓક્‍ટોબર સુધીના સમયગાળામાં અનારક્ષિત સેકશનમાંથી 6515 કરોડની આવક કરવામાં આવી. તે ગયા વર્ષના આ સમયગાળા દરમયાનᅠથયેલી આવક 1086 કરોડ રૂપિયાથી 500 ટકા વધુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code