1. Home
  2. Tag "increase in cases"

અમદાવાદ સહિત મહાનગરોમાં બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં થયો વધારો

શરદી-ઉધરસ અને તાવના ઘેર ઘેર ખાટલાં પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ 25 ટકા જેટલો વધારો અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં શરદી, ઉધરસ અને તાવના […]

રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા સામાન્ય તાવના પણ 866 દર્દીઓ નોંધાયા વાદળછાયા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે […]

ગુજરાતમાં બેઋતુને કારણે લોકોમાં શરદી, ખાંસીના કેસમાં થયો વધારો

ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની લાગતી લાંબી લાઈનો, દિવસ અને રાતના તાપમાનમાં ફેરફારને લીધે બે ઋતુનો અનુભવ, ઠંડા પીણા અને લોકોની ભીડભાડથી દુર રહેવા સલાહ અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય છે. જ્યારે રાતના તાપમાનમાં ઘટાડો થતાં બપોરના ટાણે ગરમી અના રાતે ઠંડી એમ […]

અમદાવાદમાં સતત વાદળછાયાં વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદ:  શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાંયા વાતાવરણ અને વરસાદી માહોલને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.  જેમાં અમદાવાદ સોલા સિવિલમાં આ અઠવાડિયે 1,776 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે તાવ, શરદી, ખાંસી સહિત વાઇરલ ઈન્ફેક્શનના […]

અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં ફીવર, ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા […]

અમદાવાદમાં ભર ઉનાળે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોમાં વાઈરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, ટાઈફોડ, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો ઝોવા મળી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના 15થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકોને બપોરના સમયે […]

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ગરમીનું પ્રમાણ વધવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના 1216 કેસ નોંધાયા હતા. જ્યારે […]

સુરતમાં ગરમીને લીધે ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવરના કેસમાં વધારો, OPD લાગતી લાઈનો

સુરતઃ શહેરમાં ગરમીને લીધે ગેસ્ટ્રો ટાઈસીસ તેમજ વાયરલ ફીવરની બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ફીવરના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સવારથી લાંબી લાઈનો લાગી જાય છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. ગરમીમાં લોકોએ વધુ તકેદારી રાખવા તેમજ બજારૂ […]

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે.  ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન […]

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code