
- શરદી-ઉધરસ અને તાવના ઘેર ઘેર ખાટલાં
- પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ 25 ટકા જેટલો વધારો
- અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમી તો મોડી રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડકનો અનુભવ થાય છે. આ બેવડી ઋતુના કારણે શરદી-ઉધરસ-તાવથી ઘરે-ઘરે ખાટલા જોવા મળી રહ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વકર્યો છે. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસ વધ્યા છે. પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકા જેટલો વધારો થયો છે. મ્યુનિના દવાખાના તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. બે ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તબીબો એવી સલાહ આપી રહ્યા છે કે, બહારનો ખોરાક લેવાનું અને ઠંડુ પાણી તથા એસી અને કુલરનો ઉપયોગ ટાળવો જોઈએ. અમદાવાદ શહેરમાં એક સપ્તાહમાં 12,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વધ્યો છે. અમદાવાદ સિવિલમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસમાં વધારો થયો છે.
એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં તાવના લીધે રોજ સરેરાશ 100થી લોકો હૉસ્પિટલમાં દાખલ થાય છે. સિવિલમાં ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.